________________
આમ ચિંતન કરતાં થતું કે ખરેખર તો સુંદર, નિર્મળ, પવિત્ર કોઇ ચીજ હોય તો તે આતમા છે....... એને સદા માટે પવિત્ર બનાવનાર છે ધર્મ..... સંયમ!
વિશ્વમાં દરેક માણસનું ધ્યેય હોય છે. દરેકને સુખ જોઇએ છે. સુખ અંગેની માન્યતા દરેકની ભિન્ન હોઇ શકે છે. ઘણાંને ધન, સગવડતા વગેરેમાં ખૂબ મઝા આવે છે. છતાં આજે પણ કેટલાક ભણેલા સુખી યુવાનો પણ ધર્મ, સંયમ આદિમાં ઊંચું સુખ માટે જ છે. એમાં ઘણાં દુ:ખો હોવા છતાં પરિણામે એક અદ્વિતીય આનંદ મળે જ છે, એવું ઘણાં અનુભવીઓ કહે છે. મારી પૂર્વની કોઇ ઊંચી સાધના, માતાદિના સંસ્કાર, ગુરુજનોની કૃપા વગેરેથી મને સાચા સુખ માટે સંયમ જ શ્રેષ્ઠ ઉપાય લાગ્યો ! વ્હાલા કુટુંબીજનોએ દિલથી સંમતિ પણ આપી અને મને તીર્થમાં સંયમ મળી ગયું !!!
સંયમના એક વર્ષના અનુભવે લાગે છે કે મારા આતમાનો અવાજ ખરેખર તદન સત્ય છે. સંયમમાં થોડો આત્મિક આનંદ તો અત્યારથી જ જરૂર અનુભવુ છું ! પણ તે ઉપરાંત અહીં જે જ્ઞાનની મસ્તી, સદાચારીઓની સેવા, ચોવીસે કલાક પવિત્ર વિચારો, સાધનામય વાતાવરણ, સંસારની બધી ઉપાધિઓ, ટેન્શનો વગેરેની મુક્તિથી શાંતિ વગેરે ધણું બધું મને ચોક્કસ મળી ગયું છે !!!
વધુ તો શું કહ્યું? સચિનની બેટિંગનો અવર્ણનીય આનંદ જેણે માણવો હોય તેને મેચ જોવા જાતે જવું પડે તેમ આ આકાશી આનંદને અનુભવવા તમારે પણ અહીં જ આવવું પડે ! જગતના સર્વ જીવો સાચા આત્મિક સુખને પામો એ જ પ્રભુને પ્રાર્થના.”
&&&&& (૧૭) &&&&&
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org