________________
(૪. આયંબિલનો ચમત્કાર
લુણાવાડાનો હિમાંશુ વિદ્યાનગરમાં ઇલેકટ્રીકલ. એજીનીયરીંગમાં ભણે છે. હમણાંની જ વાત છે. ત્રીજા સેમીસ્ટરમાં ૨-૩ પ્રેકટીકલ ચૂકી ગયેલ. તે વિષયની પરીક્ષામાં કોલેજે તેને બેસવાની મના કરી દીધી. તેને બહુ દુ:ખ થઇગયું. આપત્તિમાં માણસ શું કરે? તેના ધરના બધાંને આયંબિલમાં અપાર શ્રધ્ધા હતી. અને ધરની તકલીફો આયંબિલના પ્રભાવથી દૂર થયેલી તે તેને ખબર હતી. તેને પણ આ આપત્તિ નિવારણ માટે આયંબિલ કરવાની ઇચ્છા થઇ.
હિમાંશુએ જીંદગીમાં કદી આયંબિલ કર્યું ન હતું. છતાં હિંમતથી તેણે આયંબિલ કર્યું! પરીક્ષાની આગલી સાંજ સુધી પરીક્ષામાં બેસવાની રજા ન મળી. તેથી લુણાવાડા ધરે જવા તૈયારી કરવા મંડી. ત્યાં અચાનક કોલેજમાંથી પ્રોફેસરનો ફોન આવ્યો કે તું કાલે પરીક્ષા આપી શકે છે! સાંભળી આનંદનો પાર ન રહયો. ચિંતાથી તેણે પરીક્ષાની પૂરી તૈયારી કરી ન હતી. પરંતુ આયંબિલના પ્રભાવે પ્રવેશ મળ્યો તો પાસપણકરશે, એમ વિચારી આખી રાત તૈયારી કરી. પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થઇ ગયો!!! તેની અને તેના ધરનાની શ્રધ્ધા ખૂબ વધી ગઈ!
આયંબિલ પ્રભાવે દ્વારિકામાં ૧૨ વર્ષ સુધી તૈપાયન વ્ર પણ કશું ન કરી શકયો !! આ મહામાંગલિક આયંબિલ તપ બંને શાશ્વતી ઓળીમાં તથા મહિને ઓછામાં ઓછું એક તો કરવું જ જોઈએ. સંકલ્પ કરો તો જરૂર થાય. અઠ્ઠાઇ વગેરે કરનાર કેટલાક તપ પ્રેમીઓ પણ આયંબિલ કરતા નથી એ રસની લંપટતા છે. આયંબિલમાં તો જમવાનું પણ મળે છે. અને સાથે કર્મક્ષય, જીવા-ઇંદ્રિયનો વિજય, શારીરિક નિરોગીપણું વગેરે ધણાં લાભ છે. આ વાંચી હે ધર્મીઓ! નિર્ણય કરો કે આ મહિનામાં મારે આયંબિલ કરવું જ છે. પછી વારંવાર કરી તમે ધર્મને. આરાધો એ શુભેચ્છા.
હે પ્રભુ! ગૌતમસ્વામિજી જેવું ગુરુ-સમર્પણ મને આપો * ఉడీడీటీడీ © డీడీటీటీడీ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org