________________
જરા થોભો.
આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના છે. સાચી કથાઓ જીવને ખૂબ ગમે છે. એ આત્માને ધર્મમાં આગળ વધવાનું ખૂબ બળ આપે છે. સત્ય ધાર્મિક ઘટનાઓની એ વિશેષતા છે કે એ વાંચતા સાંભળતા આરાધકો પ્રત્યે અત્યંત આદર પેદા કરે છે ! આ આદરભાવ અને અનુમોદના આપણા અનંતા કર્મોનો નાશ કરે છે.
શુભ આલંબનોથી ધર્મ કરવાના ભાવ જાગવા છતાં કલિકાળને કારણે આચરણમાં ઘણાં લાવી શકતા નથી. છતાં હળુકર્મી જીવો આવા શુભવાંચન વગેરે સુંદર નિમિત્તો સતત સેવે તો પુણ્ય બંધાય, સંસ્કારો પડે, ગુણોના બીજ આત્મામાં વવાય વગેરે ઘણાં લાભ થાય. માત્ર મોજશોખમાં જીવનાર આત્મામાં યોગ્યતા હોય તો પણ અશુભ નિમિત્તોને કારણે અશુભ આચારો અને વિચારોમાં જ જીવન વેડફાઈ જાય અને દીર્ઘકાળ ભયંકર દુઃખો તેને ભોગવવા પડે. તેથી હે ભવ્યો ! તમે મન મક્કમ કરી રોજ આવા શુભ નિમિત્તોનું સેવન કરો.
આ પુસ્તકના ત્રણે ભાગ માટે પ.પૂ.પં.શ્રી રતિસુંદરવિજય મ. સા. આદિ ઘણા મહાત્માઓ તથા ઘણા શ્રાવકોના ખૂબ સારા અભિપ્રાય આવ્યા છે. તમારા પરિવાર અને બીજાઓને પણ આ પુસ્તક વંચાવવાથી તેમને ઘણો લાભ થશે. આ બધા પ્રસંગો સાચા જ છે. છતાં કેટલાક પ્રસંગમાં પાત્રના નામ બદલ્યા છે.
આના ૩ ભાગ ઘણાંને ગમ્યા છે. બે વર્ષમાં પ્રથમ ભાગની આવૃત્તિ અને ૧ વર્ષમાં બીજા ભાગની ઠ આવૃત્તિ છપાઇ. લંડન, મદ્રાસ. મુંબઇ, બેંગ્લોર વગેરે ઘણાં સ્થળેથી આની સેંકડો નકલો મંગાવી છે આ ત્રીજા ભાગમાં પણ વિશેષ પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કર્યા છે.
ભવોદધિતારક, પરમોપકારી, શાસન પ્રભાવક, પ. પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org