________________
અને ખૂબ સુંદર આંગી ૪-૬ કલાક સુધી કરે. સાથે પોતાના સોનાના વરખ વગેરે સામગ્રી લઈ જાય. કોઈ સંઘમાં સામગ્રી ઓછી હોય તો પોતાની વાપરે! ભાવના ઊંચી કે મારું દ્રવ્ય જિનભક્તિમાં જેટલું વધારે વપરાય તેટલું સારું.
ભગવાનની સ્તવના કરવામાં ભાન ભૂલી જાય. કંઠ સારો છે. સાંભળનારને પણ ભાવ આવી જાય! ચૈત્યવંદન વગેરેમાં ભાવવિભોર થઈ જાય. ચૌદશ શુક્ર કે રવિવારના આવે ત્યારે છઠ્ઠ કરવો પડે તો પણ અવશ્ય કરે અને તે પણ ખૂબ પ્રસન્નતાથી.
અમરીશભાઈની સરળતા વગેરે પણ ખૂબ અનુમોદનીય છે. પરિચયમાં આવનારા સર્વના હૃદયમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે. મોક્ષ શીઘ પામવાની લગની ભારે. સાધુસાધ્વીની ભક્તિ કરવા કાયમ દોડે. સાધર્મિકોની ભક્તિ પણ ખૂબ ભાવથી કરે!
[૨૮] લાખો ધન્યવાદ એ મહાનન શ્રાવકને
(વીરચંદભાઈનો વિશ્વવિક્રમ)
વીરચંદભાઈ બારડોલીવાળાની કેટલીક આરાધનાની વાત મેં આ પુસ્તકના ભાગ-૨ માં કરી છે. અહીં એમની બીજી પણ અનેક આરાધનાઓ બે હાથ જોડી આદરથી વાંચો -
૩૦ વર્ષની ભરયુવાન વયે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું કાચા પાણીને અડવાનું પણ નહિ !!
કાળવેળાએ પોસાતીની જેમ ખુલ્લામાં કામળી ઓઢીને જ જાય !!!
૪-૪-મહિને લોચ કરાવતા !!!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org