________________
|[૨૭] ભવ્ય જિનપૂજા અને વિશિષ્ટ તપ-ત્યાગ
ઘાટકોપરના અમરીશભાઈના તપ અને ત્યાગના વિશિષ્ટ પરિણામ ખૂબ અનુમોદનીય છે. આજે તેમની ઉંમર માત્ર ૩૬ વર્ષની છે. ૨ વર્ષ પહેલાં દિવસમાં કુલ માત્ર ૭ દ્રવ્ય અને એક ટંકે ચારથી વધુ ન વાપરવાનું જાવજીવ માટે પચ્ચકખાણ લીધું છતાં પરિણામ એટલા બધા ત્યાગના કે સવારના માત્ર ર થી ૩ અને સાંજે લગભગ ૩ દ્રવ્ય જ જમે! તેમની ફેકટરી ઘરથી લગભગ ૧૨૫ કિ.મી. દૂર. પાલઘર એમને રોજ જવાનું. ઘેરથી ટીફીન લઈને નીકળીને દિવસમાં માત્ર ૨ જ વખત વાપરે. નવકારશી, ચોવિહાર કરવાનાં. તેથી બંને ભોજન ટ્રેઈનમાં જ કરવાં પડે. રવિવારે બેસણું કરે. બહારની બધી વસ્તુઓનો ત્યાગ છે. ચોવિહારનો આજીવન નિયમ છે.
મહિનામાં ૬ ઉપવાસ કરે! ચૌદસના ૨ તથા બીજા ૪. ઘણા ખરાં ઉપવાસ ચોવિહાર જ કરે. કાચી ૩ વિગઈઓનો જિંદગીભર ત્યાગ છે. - અમરીશભાઈ અષ્ટપ્રકારી જિનપૂજા રોજ ખૂબ ભાવથી કરે છે. આટલી દોડાદોડ છતાં રોજ લગભગ ૧ કલાક જેટલો સમય ભક્તિપૂર્ણ હૃદયે પૂજા કરે. અને સોના-ચાંદીના વરખની રોજ આંગી કરે. નૈવેદ્ય ફળ વગેરે બધાં દ્રવ્યો ભક્તિમાં ઊંચી જાતના, મોટા, શ્રેષ્ઠ જ વાપરવાનાં. ધૂપ પણ સુગંધી ને સારો વાપરવાનો. દર શનિવારે અને રજાના દિવસે તો છ-સાત કલાક સુધી આંગી વગેરે ખૂબ ભાવથી કરે! વિશેષમાં આંગી પૂરી ન થાય ત્યાં સુધી બધું ખાવા કે પીવાનું બંધ! આખા મુંબઈમાં ક્યાંય પણ સાલગીરી નિમિતે તેમને આંગી માટે સંઘ બોલાવે તો ધંધો છોડી હોંશથી દોડી જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org