________________
શ્રી શંખેશ્વરજીની યાત્રા ભાવભક્તિથી કર્યા કરે છે.
આવો છે એ તીર્થાધિરાજ શ્રી શંખેશ્વરજી પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ ! આપણે સૌ પણ એને શ્રદ્ધાથી વંદીએ, વિધિપૂર્વક યાત્રા કરીએ અને કર્મોમાંથી મુક્ત થઈ શાશ્વત સુખ તરફ પ્રયાણ કરીએ..... I[૩] દાદાએ દીધો દીકરો |
રાજેન્દ્રભાઈ લોઢા સ્થાનકવાસી સંપ્રદાયના હતા. સ્થાનકવાસી સંઘના અગ્રગણ્ય આગેવાન અને ધનિક પિતાના પુત્ર હતા. - રાજેન્દ્રભાઈનાં લગ્ન શ્રી મણિલાલ કોઠારીની પુત્રી સાથે થયાં. પત્ની શ્વેતાંબર મૂર્તિપૂજક કુટુંબની સુસંસ્કારી અને શ્રદ્ધાળુ હતી. દામ્પત્યજીવન સુખી હતું. વર્ષો વીતતાં ગયાં. પણ શેર માટીની ખોટ હતી. કુટુંબ એક બાળક ઝંખતું હતું. પણ ઇચ્છા ફળતી ન હતી.
શ્વસુર પક્ષ તરફથી શ્રી શંખેશ્વરજી પાર્શ્વનાથની યાત્રા માટે વારંવાર પ્રેરણા થતી પણ રાજેન્દ્રભાઈને શ્રદ્ધા ન હતી. એ સંમત થતા ન હતા.
અંતે વારંવાર આગ્રહને વશ થઇને રાજેન્દ્રભાઈ સપરિવાર શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાએ ગયા. પત્નીની પતિને પ્રેરણા હતી કે સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવી.
રાજેન્દ્રભાઇએ પ્રાર્થના કરી પણ મનમાં ભાવ કંઈક અવિશ્વાસ અને અશ્રદ્ધાનો હતો. તેથી પ્રભુને ઉદેશીને બોલ્યા, “દીકરા માટે આવ્યા છીએ. બહુ દુઃખી છીએ. આપશો ને? પણ જો એ નહીં મળે તો... તો-ફરી ક્યારેય નહીં આવું.” મનમાં હતું કે બાળક માટે થાય એટલા ઉપાય ડૉક્ટરો પાસે કરાવ્યા છે. હવે ક્યાંથી થવાનું છે? પાર્શ્વનાથ દાદા દ્વારા ઇચ્છિત ફળ નહીં મળે તો સસરા પક્ષ આપોઆપ ચૂપ થઈ જશે. -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org