________________
એ જોષી તે પેલો દુર્ગત દેવ. એની સલાહ ફળી. અનેક રૂપાળા ને મહાન રાજકુમારોને છોડી ચંદ્રલેખા ફલસારને વરી. હવે બંને રાજપાટ ભેગવવા લાગ્યાં. કમ એવાં ઉપાર્જન કર્યા હતાં કે જે માગે તે મળે. ઘણીવાર ઓછું માગે વધુ મળે. પાણુ માગે દૂધ મળે!
બંને જણા પોતપિતાનું ફેડી લે, અને પોતે નિર્ભય રહે. સામે ગાંડ સર્પ ધ આવતું હોય, ગરુડ ઝપાટા કરતે સામે આવી મળે. હાથી ધસ્ય આવતો હોય, તો સામે સિંહ ગર્જત ચાલ્યો આવે ! સિંહ ખાઉં ખાઉં કરતો આવતો હોય તે સામે અણને ટાણે આવી પહોંચેલા શરભથી પિતાની રક્ષા થાય.
આ અનુકૂળતાથી અભિમાન ન આણતાં, પૂર્વ કર્મને પસાય સમજી, આ ભવમાં સારી કરણ કરવા લાગ્યાં. સાતમે ભલે સિધ્યાં.] સાચી ભક્તિ રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે, ઓચ્છવરંગ વધામણાં, મનવાંછિત સવિકરશું રે. પ્ર. ૭ [સાચી ભક્તિથી આપને પ્રસન્ન કરી, આપ સાહેબને અમારા અંતરમાં સ્થાપીશું. ઉત્સવરંગ વધશે, ને મનવાંછિત બધું પ્રાપ્ત થશે.] કમસૂદન તપતરુ ફળે, જ્ઞાનઅમૃત રસધારા રે; શ્રી ‘શુભવીરને આશરે, જગમાં જયજયકારા રે. પ્ર. ૮ [ કર્મને નાશ કરનાર જે તપ, એ રૂપી જે વૃક્ષ એ ફળવંતુ થાઓઃ અને જ્ઞાનરૂપી અમૃતની ધારા પ્રાપ્ત થાઓ. શ્રી વીર ભગવાનને આશ્રય લેનારને જગમાં જયજયકાર થાય છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org