________________
નૈવેદ ઠવી જિન આગે માગે, હલિ નૃપ સૂર અવતારા; ટાળી અનાદિ આહાર વિકારા, સાતમે ભવઅણહારા. ૭ [ જિનેશ્વર દેવની આગળ નિવેદ્ય ધરીને હલિ રાજા જેવું ફળ માગો. જે દેવ થઈ અનાદિ કાળને આહાર આદિ વિકાર ટાળી દઈ, સાતમે ભલે સિદ્ધગતિને પામે.
એક શાપિત નગરી. ખાલી ખંડેરે પડેલાં ત્યાં એક દેવપ્રાસાદ. નગર ઉજજડ થવાથી વાઘ બેડ નાખીને દરવાજે બેઠેલા.
આ ખંડેરે પાસે એક કણબીનું ખેતર, કણબી ભલે ભેળા, તેજસ્વી ને તંદુરસ્ત. પણ કર્મની કઠણાઈ એવી કે પંડ તેડી નાખે તેય પેટ ભરાય નહિ! ઘી-તેલ જેવું ચોપડ તે ભાગ્યે જ ભાળે !
એક વાર એક મુનિજન આવ્યા. કણબી તેમની પાસે ગયે ને બોલ્યોઃ “સંસારમાં સુખી ઘણા, તે હું દુઃખી કાં ?”
મુનિજન કહે, “ન્યાય સરખે છે. આ ભવ પરથી બધે કયાસ ન કાઢીશ. ન આપેલાને મળતું નથી. આપેલાનું આપ્યું જતું નથી. દેવ અને અતિથિ આગળ હમેશાં નિવેદ ધરીને જમવાનું વ્રત લે. સુખી થઈશ.”
કણબી કહે, “આજથી પ્રતિજ્ઞા. દેવ-અતિથિને નિવેદ ધરાવ્યા વગર જમવું વૃથા.”
મુનિજન કહે, “પ્રતિજ્ઞાને નાની માની પ્રમાદ ન કરીશ. સંકલ્પને સિંહવૃત્તિથી નિભાવજે, તે સિંહ પણ મેં ફેરવી જશે.”
પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org