________________
- ભૂખ્યા ભૂખ્યા છ માસ વીતી ગયા. આખરે શ્રીકૃષ્ણના મુખેથી ઢંઢણકુમારની પ્રશંસા સાંભળી, આકર્ષાઈને તેઓને કાઈ ભાલકે આહાર વહોરાવ્યો. અન્યના લબ્ધિ-પ્રતાપથી મળેલ આહાર તેઓએ તંજી દીધે, ને શુકલ ધ્યાનમાં ચડી ગયા. તરત કેવળ જ્ઞાન થયું ને કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા.]
આદીશ્વર સાહિબ રે, સંયમ ભાવ ધરે; વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે.
| મનમંદિર આવે રે. ૬ [લાભાંતરાય કર્મના પ્રાબલ્ય માટે અન્યની તો શી વાત કરું, ખુદ પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવને પણ એ કર્મ ભોગવવાં પડયાં હતાં ! પૂર્વ ભવમાં પોતે પાંચસો ખેડૂતોને ઉપરી હતા. ખળાં ભરચકક હતાં, દાણા છૂટા પાડવા બળદ ડૂડાં ખૂંદતા હતા; પણ ખૂંદતાં ખૂંદતાં ડૂડાં ખાતા હતા. એ વખતે તેઓ ત્યાંથી નીકળ્યા. તેઓએ બળદોને ખાતાં વારવા માટે તેઓના મેઢે કાથીની શીકલી બાંધવા કહ્યું. શીકલી કોઈને બનાવતાં કે બાંધતાં ન આવડી, તેથી પોતે બનાવી ને બાંધી. આ વખતે બળદોએ ૩૬૦ નિસાસા નાખ્યા.
એ નિસાસા એમને નડયા તીર્થકરના ભવમાં. ફાગણ વદિ આઠમે દીક્ષા લઈને ચાલી નીકળ્યા, લેકેના દ્વારે ભિક્ષા માટે જઈને ઊભા રહે, પણ મુનિ ધર્મથી અજ્ઞાત લેકે ઘડા, હાથી કે કન્યા ધરે, પણ નિરવદ્ય ખોરાક આપવાને તો એમને વિચાર પણ ન આવે. પૃથ્વીનાથને તે વળી એવી તુરછ ભેટ ધરાયા
૨૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org