________________
:1;,
apar,
Wજ
''
રહઝ
6
.
:
1 htતws
'
વેદનીય કર્મ વેદનીયમાં દેવ-મનુષ્યને મુખ્યત્વે શાતા વેદનીય અને તિર્યંચનરકને અશાતા વેદનીય હેાય છે. શાતા વેદનીયથી સુખ મળે, પણ ત્યારે પ્રભુને સંભાર્યા ન હોય, તો તે નિરર્થક છે; એનાથી અશાતા વેદનીય સારું, જે પ્રભુને યાદ કરાવે. સુખે સાંભરે સોની, દુઃખે સાંભરે રામ, એ લેકેતિ જાણીતી છે.
મેહનીય : આ કર્મ આઠેય પ્રકારનાં કર્મોમાં મુખ્ય છે, આત્માને આગળ વધતો અટકાવનારું છે,ને ભલભલા મહાન આત્માઓ એનાથી મુક્ત થઈ શકતા નથી. મેહભરી મદિરા પીને જગત ઉન્મત્તા બનેલું છે. દારૂડિયે દારૂ પીને તત્ત્વને તત્ત્વ ને સારા ખેટાને સારુંખોટું સમજી શકતા નથી; સમજ્યા છતાં આચરી શકતો નથી, એવું આ કર્મના કારણે બને છે. મોહનીય કર્મ બે પ્રકારનાં છેઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય દર્શન એટલે શ્રદ્ધાને અર્થાત આત્મવિકાસના પ્રથમ પગમિયા રૂપ સમક્તિને રેકે છે, અને ચારિત્રમોહનીય વિરતિ અર્થાત વ્રત-નિયમ-પચ્ચખાણ તરફ અભિરુચિ થવા દેતું નથી; તેથી આઠેય કર્મોમાં આ મહા બળવાન કર્મ છે. આ તૂટતાં સાતેય કર્મ જલદી જલદી તૂટી જાય છે. આ
*ચાર ચતુર ચિત્ત ચોરટારે,
મોહ મહીપતિ ઘેર રે.'
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org