________________ પુગલ સિરાવવાની વિધિ 417 (5) આયુષ્યકર્મ-(અ) “નરકગતિનું’–પંચેન્દ્રિય પ્રાણને વધ, ઘણે આરંભ, ઘણે પરિગ્રહ, નિર્દયતા, માંસાદિઅભક્ષ્મભક્ષણ, લાંબેકાલ વૈર રાખવું, રૌદ્રધ્યાન, ઘેર મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ–નીલ-કાપાતલેશ્યાના પરિણામ, અસત્ય ભાષણ, ચેરી, પરસ્ત્રી-વ્યભિચાર–વારંવાર મૈથુન સેવન, ઈન્દ્રિયોની પરાધીનતા વગેરે કારણોથી નરકનું આયુષ્ય બંધાય છે. (બ) તિર્યંચગતિનં-ઉન્માર્ગ–ખોટા માર્ગને ઉપદેશ, ધર્મમાર્ગને નાશ, ચિત્તની મૂઢતા, આધ્યાન, પાપને છુપાવવું, આરંભ, પરિગ્રહ, વ્રતમાં અતિચાર લગાડવા, અભક્ષ્ય ભક્ષણાદિ, અપ્રત્યાખ્યાનીય કષાય, નીલ-કાપતલેશ્યાના પરિણામ, મૃષા ભાષણ, માયા, છળ પ્રપંચ, ઈન્દ્રિયને અસંયમ વગેરે કરવાથી તિયચનું આયુષ્ય બંધાય છે. (ક) મનુષ્યગતિનું-અલ્પ આરંભ, અ૫ પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરળતા, ધર્મધ્યાનમાં પ્રીતિ, સંવિભાગ કરવાપણું, દેવ-ગુરુનું પૂજન, સજજનેને માન આપવું, પ્રિય વાતચીત, સુંદર બુદ્ધિ, લેકના સમુદાયમાં મધ્યસ્થપણું, પ્રત્યાખ્યાનીય કષાય, તેજે–પીતલેશ્યાના પરિણામ વગેરેથી મનુષ્યનું આયુષ્ય બંધાય છે. (ખ) દેવગતિનું-સરાગસંયમ, દેશવિરતી, અકામનિર્જર, ઉત્તમ મનુષ્યની સોબત, ધર્મશ્રવણ, સુપાત્રદાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની આરાધના, મરણ વખતે તેજે, 27 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org