SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ પડિલેહી, ભૂમિ પૂજી ત્યાં ઢીંચણ મૂકવે, પછી ડાબો હાથ ઉપાડી એઘાથી ડાબો હાથ પૂંછ, પાટલી ઉપરથી દાંડી લઈ દશ બોલથી પડિલેહી, ડાબી કેડ પૂંછ, દાંડી ડાબી કેડમાં ખેસવી. પછી એવાથી હાથ જમણી કેડ સાથળ અને મુહપત્તિ ત્રણવાર પૂંજી, ઓઘો જમણું સાથળ ઉપર પૂજીને મૂકી, ડાબા હાથે મુહપત્તિ લઈ ૪૪ બોલથી પડિલેહી, મુહપત્તિથી ત્રણવાર ડાબો હાથ પૂજી, જમીન પંજી ડાબા હાથને અંગુઠે ઉંચે રાખી જમીન ઉપર થાપે અને સાથે સાથે ડાબો ઢીંચણ જમીન પરથી ઉઠાવે, ત્યાર બાદ મુહપત્તિથી જમણું કેડ ત્રણવાર પૂંજી, મુહપત્તિ જમણી કેડે ખસે, પછી જમણા હાથે આઘે લઈ પગની પાછલી જમીન પૂંછ બને પગ પાછળ જમીન પર ટેકવી, ડાબા અને જમણું પગે બાકીના છ બોલ પુરા કરી, ડાબા હાથની આસપાસ ત્રણવાર પ્રદક્ષિણાથી પૂજ, સાથળ પૂજીને એઘો મૂકી, જમણે હાથ ઘાની દશી ઉપર ત્રણવાર અવળ સવળો ઘસી, ડાબા હાથ સાથે જમણ હાથનો સંપુટ કરી પૂર્વની જેમ ત્રણવાર કાલમાંડલાં કરવાં. - પછી જમણે હાથ ઉઠાવી એ લઈ ડાબા પગને ઢીંચણ પૂંજી, જમીન પૂંજી તેની ઉપર ઢીંચણ મૂક, પછી ડાબો હાથ ઉઠાવી, ડાબો હાથ, ડાબી કેડ તથા કેડે ખેસેલી દાંડી ત્રણવાર પૂંજી, ડાબા હાથે દાંડી કાઢી, દશ ઓલથી પડિલેહી, ડાબી કેડ પૂંછને દાંડી ખેસવી, પછી એઘાથી હાથ, જમણી કેડ, સાથળ અને મુહપત્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy