________________
गुजरातना ऐतिहासिक लेख પાસે પર્વમાં એક જાને ફ તથા જમીનમાં ખાડે, જે એક હાના તળાવને અવશેષ જે જણાય છે તે છે. ગામની પશ્ચિમે સીગાળ અથવા શીગામ, દાનપત્રનું સીગ્રામ છે; નૈરૂત્ય દિશામાં જામડિ ગામ જે સામડી પણ કહેવાય છે તે જગ્યાને મળતું આવે છે, અને ઉત્તરે ગેલેલનાં ખંડેરો ( ટોનોમેટિકલ નકશામાં ભૂલમાં ગલેલ કર્યું છે ) છે–તે આપણું દાનપત્રમાં ગેલિઆવલિ કહ્યું છે. છીરકહે મળી શકતું નથી. તેને માટે કહેલી જગ્યામાં સોલપુર સગરી છે. દાનપત્રમાં કહેલા જૂના રસ્તાઓ, અગર તેને બદલે કરેલા બીજા (કારણું દરેક ચોમાસામાં તે તદ્દન ધેવાઈ જાય છે ) હજી મોજુદ છે, અને શાસનમાં મંદિરને દાનમાં આપેલાં ક્ષેત્રની સીમા શોધવી મુશ્કેલ નથી. ગેલેલ જે છેડી લેકે દેગામ વસ્યા છે તેમાં અને કાવી, રૂણાદ અને બીજાં ચાર ગામોમાં ખાસ વિશેષ પ્રકારની બાંધણીની ઇંટની વાવોના અવ. શેષ છે. આ ઈમારતો જેની વિશેષ નિશાનીઓ આગળની બેવડી ભીંતે અને તેના ઉપર લતા સિહા, હાથીઓ, મયૂરે વિગેરેની ચૂનાની આકૃતિઓ છે, તે ગામડાંઓની પૂર્વની મહત્તા સાબીત કરે છે. લોકો કહે છે કે તે રાજા મૂજ અથવા મુંજે બંધાવી છે. આ પ્રદેશ પ્રાચીન મંદિરો, લિડે, અને મૂર્તિઓથી ભરેલો છે, અને હું ધારું છે કે આપણુ આર્કેઓલોજીકલ સર્વેયરને તે પ્રદેશમાં મુલાકાતને બદલે જરૂર મળશે.
જયભટનાં દાનપત્ર ઉપરથી એ પણ જણાય છે કે, મહી સુધીને આખો કાંઠાને પ્રદેશ અર્જર રાજાઓના તાબામાં હતું, અને જેવી રીતે દક્ષિણ અંકલેશ્વર અગર અકરેશ્વર વિષયમાં અંકલેશ્વર તાલુકે અને પિટા મહાલ હાંસેટ (હંસપટ્ટક ) આવી જતા હતા, તેવી રીતે ભરૂકચ્છ વિષયમાં ભરૂચ, વાગ્રા, આમેદ, અને જંબુસર તાલુકાના બનેલા ભરૂચ જીલ્લાનો ઉત્તરારકને ભાગ આવી જતો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org