________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાતર
છે ! સ્વસ્તિ ! ભરૂ કચ્છના દ્વાર (દરવાજા) આગળ આવેલા વિજયી નિવાસસ્થાનમાંથીઃ
(૫. ૧)સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતો, અનેક સમરનાં સંકટમાં જેની સામે આવતાં સંહાર થએલા શગુસામન્તકુલની પત્નીઓ પ્રભાત સમયે રૂદનથી જેની અસિન પ્રતાપ મોટેથી જાહેર કરે છે એ દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને પ્રણામ કીધેથી પંક્તિઓ પડેલા કેટી વમણિના ઉજજ્વળ કિરણોથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળો, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક, અને વિપત્તિવાળા જનના વૈભવ (લક્ષ્મી) માટેના મારથ પૂર્ણ કરવાથી નિરંતર વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળે, પૂર્વે પ્રણય થી કેપિત થએલી માનિની જનના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સ્વભાવવાળે, વિમલ ગુણનાં કિરણોના પિંજરમાં કલિના ઘનતિમિરને નાંખનાર, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી દદ્દ હતે.
(પં. ૬). તેને પુત્ર શત્રુની મદેન્મત ગજસેનાને સંહાર નિર્દય ફાળ (ફલંગ) મારી કરનાર જુવાન સિંહ જે પિતાની તરવારથી પ્રતાપ પ્રકટ કરનાર, નિરંકુશ દાન પ્રવાહથી અને ઉદધિના બને તટ પર આવેલાં વનમાં ગમન કરી સતત મદ ઝરતા અને કીડા કરતા દિગ્ગજેના ગુણસમહવાળો, ગગનલક્ષમીનાં સમુન્નત વાદળાં રૂપી પયોધને સ્ફટિક અને કર જેવા શ્વેત યશનાં ચંદનના લેપથી સુગંધિત કરતાં શ્રી જયભટ હતે.
(પં. ૯) તેનો પુત્ર, સકલ જગત વ્યાપી દેનાર દેષના અધિકારથી ઉદ્દભવેલા ઘનતિમિર ને હાંકી મૂકનાર, ગુરૂના અધિનેહ થએલા વિમલ આદેશથી છવલોકને પ્રકાશિત કરતા, પરમબોધ પ્રાપ્ત કરનાર, વિપુલ ગુર્જર નૃપના અન્વયમાં મશાલ જે, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર મહારાજાધિરાજ, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુતક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને જાહેર કરે છે –
(પં. ૧૨) તમને જાહેર થાઓ કે –મારાથી માતાપિતાના તથા મારા પરલોકમાં પર્યાયશની વૃદ્ધિમાટે અહિચ્છત્રમાં નિવાસ કરતા, તે જ સ્થળના ચતુર્વેદિ મધ્યેના, કાશ્યપ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી ભટ્ટ ગેવિન્દના પુત્ર ભટ્ટ નારાયણને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે અકુલેશ્વર વિષયમાં રાઈધગામ જેની સીમા: પૂર્વે વારણેર ગામ; દક્ષિણે વરન્ડા નદી; પશ્ચિમે શુષ્ઠવડક ગામ અને દક્ષિણે અરલૌમ ગામ; આ ચાર સીમાવાળું ગામ ઉડ સહિત, ઉપરિકર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠના હક્ક સહિત, રાજપુરૂષના પ્રવેશમુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજેના ઉપગ માટે, પૂર્વે દેવ અને બ્રાહ્મણોને કરેલાં દાનવીર્ય કરી અભ્યન્તર સિદ્ધિથી, શકરાજાના સમય પછી સંવત્સર ૪૧૭ માં જેષ્ઠ અમાસ ને સૂર્યગ્રહણ ના સમયે પાણીના અર્થ સાથે અપાયું છે.
(૫. ૧૯) આથી આ માણસ જ્યારે બ્રહ્માદાયના નિયમાનુસાર આ ગામની ખેતી કરતે હાય અથવા ખેતી કરાવતા હોય અથવા ઉપભેગ કરતે હોય અથવા ઉપભેગ કરાવતા હોય, અથવા અન્યને સંપતે હોય ત્યારે કેઈએ પણ પ્રતિબંધ ન કરે. | ( પ. ૨૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પોતે કરેલા દાન માફક, ભૂમિદાનનું ફળ દાન દેનાર અને રક્ષનારને સામાન્ય છે, શ્રી જલબિંદુ જેવી ચંચલ અને અનિત્ય છે, અને જીવિત તૃણના અગે જલબિંદુ જેવું ચંચલ છે એમ માનીને અનુમતિ આપવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org