________________
आबुपर्वतना लेखो. नं. १
१३३ (લે. ૩) મંત્રીવર વસ્તુપાલને શ્રીજૈત્રસિંહ પુત્ર હતું અને તેજપાલન વિખ્યાત મતિવાળો લાવણ્યસિંહ પુત્ર હતા. આ દશ પુરુષની હાથણુઓના સ્કંધ ઉપર વિરાજતી મૂર્તિઓ જિન દર્શન માટે જતા દિનાયકેની પ્રતિમાઓ પિઠે ચિરકાળ સુધી શુભ પામશે.
(લે. ૬૪) હાથણીઓની પીઠપર મૂકાએલી મૂતિઓ પાછળ, આ ચૌલુક્ય નૃ૫ વરધવલના અસ્પાર્ધત મિત્ર અને શ્રીવતુપાલના અનુજ પ્રજ્ઞ તેજપાલે ઉપર જણાવેલાં માણસની તેમની પતિનઓ સહિત નિર્મળ પથરનાં ખત્તક પર ૧૦ (દશ) મૂર્તિઓ કરાવી.
( કલો. ૫) સકલ પ્રજા જેના પર ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની બાજીપર, સરોવરની પાળે સફળ આમ્રવૃક્ષ જે સર્વ પ્રાણીઓનું જીવન ચલાવે છે તે જ, સફલ તેજપાલ દેખાય છે.
(કલે. ૬૬) સરોવર, કૂવા, કુરા, ઘટા, તડાગ, મંદિર, સત્ર આદિ ધર્મસ્થાની પરંપરા જે તે ભાઈ એાએ દરેક શહેર, ગામમાં, દરેક માર્ગ પર અને પર્વતના શિખર પર નવાં બાંધેલાં અથવા સમારકામ કરેલાં તેની પૃથ્વી સિવાય અન્ય કોઈ સંખ્યા જાણતું પણ નથી.
(શ્લે. ૬૭) જે સારી મતિવાળે પુરુષ શંભુના શ્વાસોચ્છાસ ગણી શકે અથવા માર્કડ મુનિની આંખના મટકારા ગણી શકે તે જ પુરુષ સર્વ કાર્યોને ત્યાગ કરીને આ બે મંત્રઓની ધર્મસ્થાનપ્રશસ્તિની સંખ્યા પણ ગણું શકે.
(લે. ૬૮) અશ્વરાજની કીર્તિ સદૈવ સર્વ દિશામાં પ્રસર, જે અશ્વરાજની સંતતિ દાન અને ઉપકારનાં કાર્યો કેમ કરવાં તે જાણી શકે છે.
( . દ૯) ચડપથી આભૂષિત થએલા કુળને ગુરૂ, નાગે ગરછની સંપદને ચેડામણિ, જેણે વગર યત્વે મમિ પ્રાપ્ત કર્યો હતો તે મહેન્દ્રસૂરિ હતું. તેના પછી પ્રશંસનીય સદાચારી શ્રીશાતિરિ હતા. તેના પછી આનંદસૂરિ અને અમરરિની જોડી થઈ, જેની પ્રભા ઉદય થતા ઈન્દુ અથવા સૂર્ય જેવી ઉજજવળ હતી.
(લે. ૭૦) તેમના પછી પાપ વિશુદ્ધિ કરનાર અને જૈન શાસનના ઉદ્યાનમાં નવા વાદળ સરખે હરિભદ્રસૂરિ હતું. તેના પછી પ્રસિદ્ધ મુનિવર વિવાન મદથી ઉમ થએલાના રેગોને માટે સર્વોત્તમ વૈિદ્ય હતા તે વિજયસેન થયે.
(લે. ૭૧) તે ગુરૂની આશિષનું પાત્ર ઉદયપ્રભસૂરિ હતા. તે પ્રતિભાના સાગરનાં મૌક્તિક જેવાં સુંદર સૂક્ત શોભે છે.
( . ૭૨ ) આ ધર્મસ્થાન અને ધર્મ સ્થાન સ્થાપનાર આ બે જણ અર્બુદગિરિ જેટલી વૃદ્ધિ પામે.
(લે. ૭૩) શ્રી સોમેશ્વરદેવ જેના ચરણનું સેવન ચલુક્ય નૃપ કરે છે તેણે આ સુંદર, ધર્મસ્થાનની પ્રશસ્તિ રચેલી છે.
(લે. ૭૪) શ્રી નેમી અને અર્બુદગિરિ પરની અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુ પાલના કુળને અમાપ સુખ આપો.
(પંક્તિ ૪૬) આ પ્રશસ્તિ કેહણના પુત્ર, ધાધલના પુત્ર, ચડેશ્વરથી કતરાઈ છે.
(પંક્તિ કા) વિક્રમ સંવત ૧૨૮૭, ફાલગુણ, વદિ ૩ વિવારે, અને પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્ર ગચ્છની શ્રીવિજયસેનસૂરિથી થએલી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org