________________
भीमदेव २ जानुं दानपत्र
ભાષાન્તર-સારરૂપે નીચે પ્રમાણે તારીખથી લેખન આરંભ થાય છે–શ્રીમાન વિક્રમ રાજાના કાળ પછી સંવત ૧૨૬૬ મા વર્ષમાં અને કિક માર્ગમાસ શુકલપક્ષ ૧૪ ને ગુરુવારે; અથવા સંખ્યામાં વિકમ વર્ષ ૧૨૬૬ વર્ષ અને સિહ સંવત ૯૬ વર્ષે લૌકિક માર્ગમાસ સુદિ ૧૪ ને ગુરુવારે; ઉપર કહેલા સંવત, માસ, પક્ષ, દિન અને તિથિએ આજે અણહિલપાટક પ્રસિદ્ધ શહેરમાં અને ત્યાર પછી તે નીચેની વંશાવલી આપે છે –
પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીમાન મૂલરાજદેવ (પહેલો) (પં. ૫) તેને પાદાનુધ્યાત ૫. મ. ૫, શ્રીમાન્ ચામુંડરાજદેવ (પં. ૬) હતો. તેને પાદાનુધ્યાત પ. મ. પ. શ્રીમાન દુર્લભરાજદેવ હ. (પં. ૭) તેને–પાદાનુધ્યાત પ. મ. પ. શ્રીમાન્ ભીમદેવ (પહેલા) (પં. ૮) હતો. તેને પાદાનુધ્યાત ૫. મ. પ. રૈલોક્યમલ્લના ઉપનામવાળે શ્રીમાન્ કર્ણદેવ હતા. (પં. ૯) તેને પાદાનુધ્યાત પ. મ. પ. અવતિનાથ અને વરવરકાનો પરાજ્ય કરનાર, સિદ્ધચક્રવતિના ઉપનામવાળે શ્રીમાન્ જયસિહદેવ (પં. ૧૧) હતું. તેને પાદાનુધ્યાત વિષ્ણુ ભગવાન સરખો પ્રૌઢ પ્રતાપી, શાકંભરીના રાજાને પરાજય કરનાર ૫. મ. ૫. શ્રીમાન કમાર પાલદેવ (૫. ૧૩) હતા. તેનો પાદાનુધ્યાત કલિયુગમાં રામ જેવું નિષ્કલંક રાજ્ય કરનાર, અને જેણે સપાદલક્ષ દેશના રાજા સમાપાલ પાસેથી ખંડણી લીધેલી તે ૫. મ. પ. શ્રીમાનું અજયપાલદેવ (પં. ૧૫) હતા. તેને પાદાનુધ્યાત કવિના દુર્જય રાજા નાગાર્જુનનો પરાજય કરનાર ૫. મ. પ. શ્રીમાન મૂલરાજદેવ (બીજો) (પં. ૧૭) હતું અને તેને પાદાનુધ્યાત ૫. મ. ૫. શ્રીમાન્ ભીમદેવ (બીજો) (પં. ૧૯) અભિનવ સિદ્ધરાજદેવ નામધારી સાક્ષાત બાલનારાયણ(વિષ્ણુ )ને અવતાર છે તે હતો.
રાજા ભીમદેવ ૨ બીજાના રાજ્ય સમયમાં જ્યારે તેનો પાદપક્વોપજીવિન્ મહામાત્ય શ્રી રનપાલ (૫. ૨) રાજ મદ્રાને લગતાં સમસ્ત કેમી અને બીજાં ખાતાંઓની દેખરેખ રાખતો હતોઃ અને પિતાના ધણીની પ્રસાદીથી પ્રાપ્ત કરેલ સૌરાષ્ટ્ર મડલનો ઉપભેગ (૫. ૨૨) વામનસ્થલી શહેરમાં પોતાના પ્રતિનિધિ મહાપ્રતિહાર સેમરાજદેવદ્રારા કરતો હતે. ( પં. ૨૩) જ્યારે (૫. ૨૩) મહત્તર અથવા મહત્તમ શ્રી શંભનદેવના કુળ સહિત પાંચ કુળની અનુમતિથી નીચે પ્રમાણેનું દાનપત્ર જાહેર થયું હતું (પં. ૨૫) –
પ્રાગ્વાટ જાતિના વાલહરાના પુત્ર મહિપાલે, ઘટેલાણ ગામના (પં. ૨૬) દક્ષિણ ભાગમાં વાપી કરેલો અને પ્રપા પણું કરાવ્યો છે. અને નાગર જાતિના પારાશરના પુત્ર માધવને ઘટ્ટલાણા ગામમાંના (પં. ૨૮ ) વાપી સાથે જોડાએલું ૫૦ પાશનું (૫. ૨૯) ખેતર અપાયું છે. તેની સીમા–પૂર્વમાં સુમચડનું ખેતર, ને સેષડી નદી (૫. ૩૦ ); દક્ષિણમાં પણ ષડી નદી, પશ્ચિમે શૈતદગર્ભના કબજાનું ખેતર અને ઉત્તરે રાજમાર્ગ છે.
વળી (પ. ૩૧) ગામના ઉત્તર દિશાના ભાગમાં વાયવ્ય ખૂણે આવેલું પ્રપાક્ષેત્ર જેની ભૂમિ ૧૦૦ પાશ (. ૩૩) છે તે બીજું ખેતર પણ આપ્યું છે. તેની સીમાપૂર્વે રાજકીય ભૂમિ; દક્ષિણે મેહર સયાનું ખેતર, પશ્ચિમે ભહરડા (પં. ૩૪) ગામની સીમા અને ઉત્તરે વહણિની સીમા છે.
તેમ વળી આકવલીયા ગામમાં ઉત્તર ભાગમાં એક ખંડ ધાન્ય ઉત્પન્નવાળું ૧૦૦ પાશનું ખેતર આપ્યું છે (૫. ૩૬) તેની સીમા-પૂર્વમાં સાકલીયા (પં. ૩૭) ગામની હદઃ દક્ષિણે વરડી ગામની હદ; પશ્ચિમમાં ધટેલાણા ગામ જતા માર્ગ (પં. ૩૮) અને ઉતરે વહાણ છે.
છે. ૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org