________________
૧૧
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
ૐ ! સ્વસ્તિ !
...
(૧) જ્ઞાનહીન જનાના દ્વૈતભાવ નાશ કરવા, જેણે પેાતાનું અર્ધું અંગ ત્યાગ કર્યું છે અને બીજું અર્ધું વિષ્ણુના રૂપ જેવું જ કર્યું છે, જે ... ના જન્મ, જેના કંઠે પ્રલય કાળના શ્યામ વાદળ સરખા છે અને જેના ભાલપર ચંદ્રની અર્ધલેખા સ્ફુરે છે તે-ત્રણ લેાચનવાળા દેવ (શિવ ) તમારૂં રક્ષણુ કરા.
(૨) અવન્તી નગરીના જય હૈા !–જે નગરી નિકાનું સ્થાન છે, જે તેના રાજાઓના શૌર્યથી જગતનું રક્ષણ કરે છે અને શ્રુતિવિહિત માર્ગનું અનુગમન કરતા હિંન્નેનાં પવિત્ર અને ઉજ્જવળ જીવિતથી જે જગતને શુદ્ધ કરે છે અને જે સ્મરના આવેશથી શૈાલતા યુવાનેાની ક્રીડાના પરિમલથી જગતને આહ્વાદ આપે છે.
(૩) આ શહેરમાં નૂતન મઠમાંથી તાપસ પ્રયેા જે વિદ્યા અને તપ સંપન્ન, ધીરાત્મા ચપલીય ગોત્રનું ભૂષણ, નિર્વાણુ માર્ગને અનુસરતા, અને જે પ્રતિદિન ચંડીશ( શિવ )ની પૂજા ખરા મનથી કરતા તે ચંડિકાશ્રમના શ્રી ગુરૂપતિ થયા.
(૪) આ મુનિના શિષ્ય મહાતપસ્વી, વિદ્યા, વિવેક, અને વિનયના ભંડારરૂપ, અને ગુરૂઆની ભક્તિ કરનાર, વ્યસન રહિત વાકલરાશિ નામે ઋષિ હતા.
( ૫ ) તેના પછી જ્યેષ્ટજ રાશિ આગ્યે. અને તેના પછી ત્રિલેાચન ( શિવ )ની પૂજામાં એકચિત્ત અને શાંત મનને તપસ્વી યાગેશ્વરરાશિ નામે હતા.
તેના પછી મન્ત્ર લેકને પ્રકાશતા સૂર્ય સમાન, ક્રોધનું તિમિર હણવામાં અતુલ શ્રીમૌનિરાશિ, પ્રકટયા. આ સાધુની શિષ્યા તપસ્વીની અને વિજયશાલી યાગેશ્વરી ઉત્પન્ન થઈ, જે સાધ્વી, શાન્તિ, ક્ષાન્તિ અને યા વગેરે ગુણાથી શૂલેશ્વરી સમાન હતી.
( ૭ ) તેના શિષ્ય દુસરાશિ, દુર્વાસા સમાન હતા; તે ઉગ્ર તપથી તથા પ્રતાપથી મુનિઆમાં અગ્રણી ગણાયા.
(૮) મલ રહિત ચપલ ગેાત્રના મુનિઓના અલંકાર સમાન તેના શિષ્ય કેદારરાશિ ઉત્પન્ન થયા જે કલાથી વૃદ્ધિ પામનાર ઇન્દુ સમાન તેનાં વ્રત અને નિયમ પાલનથી હુતા અને જેના સદાચારવાળા જીવિતના યશ અખિલ જગમાં વિખ્યાત હતા.
(૯) જે કેદારાશિએ ઇન્દ્રના ગુરૂ કેટેશ્વરના ( શિવના ) મંદિરના વિશાલ જીÌÍદ્વાર કરાવ્યા અને આખા કનખલમાં ફરસબંધી ભવ્ય કામ શ્રદ્ધાથી કરાવ્યું. જેણે આ સ્થાનમાં કાટ બંધાળ્યા હતા, જે કાટ તેની ઉંચી દિવાલેાથી નભમાં સૂર્યના રથ કદાચ અટકાવશે એવા લાગતા હતા અને જે કલિના પક્ષિસમાન ચલાયમાન ચિત્તને ભયભીત કરનારી જાળ જેવા લાગતા હતા.
(૧૦) જેણે અતુલનાથનું જૂનું નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું હતું, અને પેાતાના યશની એક ઉચ્ચ પ્રતિમા સમાન કનખલનાથના અગ્ર સ્થાનમાં બે નવાં શૂલપાણિનાં ભવ્ય મંદિશ
બંધાવ્યાં હતાં.
( ૧૧ ) જેની ભગની મેક્ષેશ્વરીએ જે પૃથ્વીપર શાન્ત અને બ્રહ્મચર્યપરાયણ હતી, તેણે શિવનું રમ્ય મંદિર બાંધ્યું.
Jain Education International
( ૧૨ ) કેદારરાશિએ કનખલશંભુના મંડપમાં, પ્રાચીન બૃહત્કીર્તિવાળા યજ્ઞોની ક્રિયામાં કરેલા યજ્ઞસ્થમ્ભના અનુકરણ જેવા શુદ્ધ શ્યામ પત્થરના સ્થંભની હાર બંધાવી.
For Personal & Private Use Only
www.jainelibrary.org