________________
નં. ૧૫૭ અજયપાલનાં તામ્રપત્રો
- વિ. સ. ૧૨૩૧ કા સુ. ૧૧ આ પતરાં એપ્રિલ ૧૮૮૩ માં મુંબઈ સેક્રેટરીએટમાંથી જોવા મળ્યાં હતાં તે ઉપરથી આંહી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે ક્યાંથી મળ્યાં અને તેની માલિકીનાં છે તે માલુમ નથી.
પતરાં બે છે અને અંદરની બાજુએ કેતરાયાં છે. તેનું માપ ૧૪ઈચx૯ ઈંચ છે. કેરે. વાળેલી છે અને તેથી લખાણ સુરક્ષિત અને સ્પષ્ટ છે. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કડી માટે કાણું છે પણ એક જ કડી હયાત છે, જે ફૅઈચ જાડી અને રર વ્યાસવાળી છે. સીલનું નામનિશાન નથી. બીજા પતરામાં ડાબી બાજુએ લખાણુની અંતે સૂર્ય, ચંદ્ર અને બેઠેલા દેવનાં ચિત્ર છે. દેવને ચાર હાથ અને ચાર માથાં છે અને કમળ ઉપર બેઠેલા છે તેથી બ્રહ્મા હશે એમ અનુમાન થાય છે. પતરાંનું વજન ૧૦ પા.૧ આઉંસ છે અને કડીનું ૩ આઉંસ છે. લિપિ લેખના સમય અને સ્થળમાં ચાલતી નાગરી છે. પતરાં જાડાં છે અને કોતરકામ સારી રીતે કરવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે; પ્રરતાવના તેમ જ અંતના બ્લેક સિવાય લેખનો બધો ભાગ ગદ્યમાં છે.
લેખ ચાલુક્ય રાજા અજયપાલના રાજ્યને લગતે છે, પણ દાન આપનાર ચાહુમાન ચાહયાન વંશના મહામંડલેશ્વર વિજલ્લદેવનું નામ પંક્તિ ૧૭ માં આપેલ છે. તે નર્મદાના કાંઠા ઉપરના પ્રદેશને રાજા હતા અને બ્રાહ્મણ પાટકમાંથી દાન આપવામાં આવ્યું હતું. દાનમાં એક સત્રાગારને બ્રાહ્મણને ભેજન માટે ગામ આપવામાં આવેલ છે.
લેખમાં સ્થળનાં નામ નીચે મુજબ છે. અજયપાલની રાજધાની અણહિલપાટક, વૈજલદેવનું ગામ બ્રાહ્મણ પાટક, દાનમાં અપાએલું ગામ આલવિડગાસ્વ જે પૂર્ણ પથકમાંના માખુલ ગામ નજીક આવેલું હતું તે અને ખંડહક ગામ જેમાં રાત્રાગાર આવેલું હતું. અણહિલપાટક વિ. સ. ૮૦૨ માં સ્થપાયું હતું અને અત્યારે પાટણ નામે પ્રસિદ્ધ છે. બીજાં સ્થળો ઓળખી શકાયાં નથી.
લેખમાં બે તિથિઓ આપેલી છે. પં. ૧૧ માં વિ. સ. ૧૨૩૧ કા. સ. ૧૧ સોમવાર આપેલ છે તે દિવસે દાન આપેલ હોવું જોઈએ. પંક્તિ ૩૧ માં ઘણું કરીને દાનપત્ર લખાયાની તારીખ વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૩ બુધવાર આપેલ છે. આ સંવત બરોબર ઈસ્વી સન ૧૧૭૩-૭૪ થાય છે. પ્રો. કે. એલ. છતાં પત્રક અનુસાર કાર્તિક સુ, ૧૧ ને ૧૩ ને દિવસે સોમવાર અને બુધવારે સં. ૧૨૩૧ કે ૧૨૩૨ માં આવતા નથી, પણ ૧૧૩૩ માં આવે છે તેથી સાલમાં ભૂલ થએલી લાગે છે અને ૧૧૩૨ ને બદલે ૧૧૩૧ ગત વર્ષ લખાયું લાગે છે. તામ્રપત્ર બનાવટી માનવાનું કાંઈ સબળ કારણ નથી તેથી ભૂલ થઈ હશે એમ જ માનવું જોઈએ મી. એ. બી. દીક્ષિત તેમ જ પ્રોફેસર કહેન પણ તે જ મતના છે.
* $
એ, વ. ૧૮ ૫. ૮૦ જે, એફ. ફલીટ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org