________________
નં. ૧૫૫ પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રાજા કુમારપાલના સમયને શિલાલેખ
વલ્લભી સંવત ૮૫૦ આષાઢ
(વિ. સં. ૧૨૨૫) પ્રભાસ પાટણ, જેને સેમિનાથના પ્રખ્યાત મંદિરને લીધે સોમનાથ પાટણ પણ કહેવામાં આવે છે, તે કાઠિયાવાડના નિત્ય કાંઠા ઉપર આવેલું જૂનાગઢ તાબે એક ન્હાનું શહેર છે. ત્યાં દેવી ભદ્રકાલીનું એક મંદિર છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ આ શિલા પડેલી છે. તે ૨૮ ઇચx૧૮ ઇંચ ની સપાટીવાળી એક મોટી કાળી શિલા છે. અને તેના ઉપર પાસે પાસે કોતરેલી ૫૪ પંક્તિઓ છે. શિલાને નીચેનો ભાગ તૂટી ફૂટી જવાથી લેખને કેટલાક ભાગ નાશ પામ્યો છે. અક્ષરે ઉંડા કતરેલા નથી, તેથી તેની સારી નકલ લેવાનું મુશ્કેલ પડે છે. તેમાં લખ્યું છે કે, રાજા કુમારપાલે, પિતાના ધર્મગુરૂ ભાવ બૃહસ્પતિના લાગવગથી શિવ અને અંબિકાનાં કેટલાંક મંદિરો બંધાવ્યાં તથા સમરાવ્યાં હતાં, અને એક વાવ ખોદાવી હતી, તથા વિદ્વાન બ્રાહણેને જમીનનાં દાને આપ્યાં હતાં. તેના ઉપર ઈ. સ.૧૧૬૯ ને મળતું વલ્લભી સંવતનું વર્ષ ૮૫૦ લખેલું છે. લેખ સંસ્કૃત પદ્યમાં છે, અને લિપિ દેવનાગરી છે.
જ
ભા. પ્રા. સં. ઈ. પા. ૧૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org