________________
નં. ૧૪૮ ચૌલુક્ય રાજા કુમારપાલના સમયનો મારવાડમાં બાડમેરા પાસે કેરાડુ ગામનો શિલાલેખ.
સંવત્ ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિવાર
મારવાડમાં બાડમેરા તાબે હાથમે નજીક કેરાડુ ગામ છે. ત્યાં ઘણાં દેવળે મકાન વિગેરેનાં ખંડેરો છે. તેમાંના એકમાં આ લેખ એક પત્થરના થાંભલામાં કોતરેલો મળી આવ્યું હતું. આ ધળો પર . અને હવા તથા બીજા કારણોથી તેને ઘણું નુકશાન થયેલું જણાય છે, એટલે તે પર લેખ બરાબર ઉકેલવો મુશ્કેલ થાય છે. પથરનું માપ ૧૭ ફૂટ*૧૭ ફૂટ છે. અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં હાલની દેવનાગરી લિપિમાં ૨૦ પંક્તિઓ લખેલી છે. લેખની મતલબ એવી છે કે અમક પવિત્ર દિવસે કેઈએ પણ વધ કરવે નહીં. છતાં આ વધ કરનારા રાજ્યકતંબને કોઈ હશે તે તેને દંડની શિક્ષા થશે, અને અન્ય કોઈ હશે તે તેને દેહાંત દંડની શિક્ષા થશે. આ હકમ ગુજરાતની ગાદી ઉપર બેઠા પછી થોડા જ સમયમાં રાજા કુમારપાલે કાઢયો હતે. લેખની તારીખ સંવત્ ૧૨૦૯ ઈ. સ. ૧૧૫૩ છે.
૧ ભા. પ્રા. સં. ઈ. પા. ૧૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org