________________
નં૦ ૧૪૪
સિદ્ધરાજ જયસિંહના ગાળાના શિલાલેખ
વિ. સં. ૧૧૯૩ વૈ. વ. ૧૪
કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં ધ્રાંગધરાથી આઠ માઇલ ઉપરગાળા અને દુદાપુર ગામથી સરખે અંતરે ચન્દ્રભાગા નદીને પશ્ચિમ કાંઠે જૂના મંદિરનાં ખંડેર છે. કાઠિયાવાડ ગેઝેટીઅરમાં તેમ જ સ્વર્ગસ્થ કર્નલ જે. ડબલ્યુ. વાટસને રચેલ ધ્રાંગધરા સ્ટેટના વૃત્તાંતમાં તેના સંબંધી સ્હેજ પણ ઈસારા નથી તે ઉપરથી એમ માની શકાય કે તે મંદિર અત્યાર સુધી કેાઈના પણ જાણવામાં આવ્યું નહાતું. પરિણામે મંદિર તદન અરક્ષિત દશામાં પડેલું છે. પરંતુ હવે તે મંદિરની ઐતિહાસિક ઉપચાગિતા સ્ટેટને સમજાવ્યા પછી તેની પૂરતી સંભાળ લેવાશે એમ મને ખાત્રી છે. અત્યારે જેટલા ભાગ મંદિરના હયાત છે તે ઉપરથી તે મંદિર કયા દેવનું હશે તેનું અનુમાન થઇ શકે તેમ નથી. સભામંડપમાં જવાના માર્ગે એક નાની ચાલીના જેવા છે અને તેનું માપ ૮’-૪૪૬’–૪ છે. પરંતુ સભામંડપની પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુએ નિજમંદિરનું નામ નિશાન નથી. માત્ર દક્ષિણ તરફ ઉત્તરાભિમુખ નાનું મંદિર છે અને તેમાં ગણેશની ખંડિત મૂર્તિ છે. આ મંદિરમાંના બધા લેખા ભૂખરા પત્થર ઉપર કેાતરેલા હૈાવાથી ઘસાઇ ગએલા છે. જોકે આ એક લેખ પ્રમાણમાં સહુથી વધુ સુરક્ષિત છે. લિપિ લગભગ બારમી સદીની દેવનાગરી છે. માત્રા બધે હાલની માફક અક્ષરની ઉપર નહીં, પણ અક્ષરની પહેલાં લખેલ છે. ભાષા અશુદ્ધ સંસ્કૃત છે.
લેખ વિ. સ. ૧૧૯૭ વૈ. વ. ૧૪ ગુરૂવારની સાલને છે અને તેમાં ચૌલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના ઉલ્લેખ છે. આ રાજા મૂળરાજથી સાતમા છે અને ગુજરાતમાં સધરા જયાંસગ તરીકે ઓળખાય છે. તેણે ઇ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી રાજ્ય કર્યું. સિદ્ધરાજના આ પહેલામાં પહેલા શિલાલેખ છે.
જયંસંહદેવના ખિો પૈકીનાં નીચેના ત્રણ આ લેખમાં આપેલ છે: ૧ સમસ્ત રાજાવલિ વિરાજિત ૨ સિદ્ધચક્રવર્તિ ૭ અવન્તિનાથ. ત્રીજી પંક્તિમાં ખજાનચી (વ્યયકરણે મહામાત્ય ) અંબપ્રસાદનું નામ આપેલું છે. તે જ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના ખીજા લેખમાં ખીજા અમલદાર કલન્નપ્રસાદનું નામ પણ વાંચી શકાય છે. આ બે નામેા માટે જયસિંહદેવના પ્રસિદ્ધ થયેલા લેખામાં મેં જોયું પણ કાંઈ મળતાં નથી, તેથી આ લેખમાંથી તે પહેલી જ વખ્ત જાણવામાં આવ્યાં છે.
બધી પંક્તિના શરૂવાતના ભાગ તેમ જ મધ્યમાંના થોડા ભાગ ઘસાઈ ગએલ છે, છતાં લેખની મતલમ સમજી શકાય છે. લેખમાંથી સમજાય છે કે અંમપ્રસાદના સંબંધીએએ ગણેશ તેમ જ ભટ્ટારિકાનું દેવળ બંધાવ્યું છે.
સિદ્ધરાજ જયસિંહે માળવા જિત્યાની તારીખ ચાકસ રીતે હજી જાઈ નથી. ઉજ્જનમાંથી મળેલા તામ્રપત્રમાં પરમાર યશેાવમાંને વિ. સં. ૧૧૯૧ મહારાજાધિરાજ લખેલે છે. તે ઉપરથી સમજાય છે કે વિ. સં. ૧૧૯૧ સુધી માળવા જતાયું નહેાતું. ઉજ્જનમાં ખીને શિલાલેખ વિ. સં. ૧૧૯૫ ના મળ્યા છે, જેની હકીક્ત આૐ. સ. વે. સ. ના ૧૯ ૧૫આખરના રીપોર્ટમાં આપેલી છે. તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખેલે છે. આ ઉપરથી અનુમાન કરેલું કે માળવા વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૫ વચ્ચે જિતાયું હશે. પરંતુ આ ગાળાના લેખ વિ. સં. ૧૧૯૩ ના છે અને તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખ્યા છે તેથી માળવા ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે જિતાયું હાવું જોઈએ.
૧ જ, એ. છે. રા. એ. સેા વેા. ૨૫ પા. ૩૨૪ જી. વી. આચાર્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org