________________
गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સંક્ષિપ્ત
“એ” જોડી એ વાસુદેવને નમસ્કાર–વરાહ અવતારની સ્તુતિ. મૂલરાજના ચરણ સેવનાર દુર્લભરાજ અને તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર રાજા કર્ણદેવ રાજ્ય કરતે હતે તે વખતે લાટ દેશમાં નાગસારિકામાં દુર્લભરાજ સૂબો હતો. તે દુર્લભરાજ ચન્દ્રરાજને દીકરે અને ગાંગેયનો પત્ર હતો. ગાંગેય તે ચાલુક્યના વંશમાં નાના ભાઈને વંશજ હતો.
આ દુર્લભરાજે સ્નાન, પૂજા, મરણ ઈત્યાદિ કરીને શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુ. ૧૧ વાર મંગળના રોજ તલભદ્રિકા બત્રીશીમાં આવેલું ધામલાસ્કા ગામ પંડિત મહિધરને દાનમાં આપ્યું. મહિધર બ્રાહ્મણ રુદ્રાદિત્યને દીકરા હતા અને તે વેદશાઅપારંગત હતું અને મધ્યદેશમાંથી આવેલો હતો. તેનું ગોત્ર માંડવ્ય હતું અને માંડવ્ય, ભાર્ગવ, અંગિરા ઉમે અને જામદગ્નિ, એ પાંચ પ્રવર હતાં.
તે ગામની પૂર્વે કાલા ગ્રામ, દક્ષિણે તેરણ ગ્રામ પશ્ચિમે આમ્પલસાઢિ અને ઉત્તરે કછાવલી, એ ગામે આવેલાં હતાં.
બી” જોડી
વંશાવલિ પહેલાંની માફક મૂલરાજનાં ચરણ સેવનાર ચામુંડરાજ તેનાં ચરણસેવનાર દુર્લભરાજ તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર કર્ણદેવ બધા અમલદારે વગેરેને તેમ જ નાગસારિકામાં તલભદ્રિકા છત્રીશીમાં રહેતા બધા બ્રાહ્મણે તેમ જ અન્ય વર્ગને જણાવે છે કે–વિ. સ. ૧૧૩૧ ના કાર્તિક સુ. ૧૧ ને દિવસે, ધામણાછા નામનું ગામડું, મધ્ય દેશમાંથી આવેલા વેદશાસ્ત્રપારંગત અને માંડવ્ય ગોત્રના મધુસૂદનના પૌત્ર અને રૂદ્રાદિત્યના દીકરા પંડિત મહીધરને દાનમાં આપેલું છે. તેની પૂર્વમાં .. . . દક્ષિણે તારણગ્રામ, પશ્ચિમે આવલસાઢી અને ઉત્તરે કછાવલી આવેલાં છે. આ દાન ચતુઃસીમા ચોકસ કરીને મેં આપ્યું છે, અને બધાંએ કબુલ રાખવાનું છે. કાયસ્થ વટેશ્વરના દીકરા કેક. આ દાન લખ્યું હતક સન્ધિવિગ્રહના અધિકારી શ્રીમાન . . ગાદિત્ય હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org