________________
गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो
પાછળથી તેને ધર્મપાલે હરાવ્યો અને કાન્યકુજના રાજાને ફરી ગાદી ઉપર બેસાર્યો. આ તામ્રપત્રમાં કાન્યકુજના રાજાનું નામ ક્ષિતિપાલ અથવા મહીપાલ આપેલ છે, અને તે ચાંદેલા રાજા હર્ષવર્ધનની મદદથી પાછો ગાદીએ આવ્યો. આ ઉપરથી એમ સંભવ છે કે કાન્યકુંજના રાજાને ફરી ગાદી ઉપર બેસારવામાં હર્ષવર્ધન તેમ જ ધર્મપાલ એ બન્નેને હાથ હોય.
ભાગલપુરના તામ્રપત્રમાં જે કાન્યકુરજના રાજાને ઇન્દ્ર હરાવ્યું તેનું નામ ચકાયુધ આપિલું છે. નવસારીનાં તામ્રપત્રોમાં ઈન્દ્ર ઉપેન્દ્રને હરાવ્યું એમ આપેલ છે તેથી એમ સંભવે છે કે ક્ષિતિપાલનાં બિરૂદ તરીકે ચકાયુધ અને ઉપેન્દ્ર શબ્દ હોવા જોઈએ.
વળી આ તામ્રપત્ર ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે કનિંગહામ અને પ્રો. કીર્ન ધારે છે તેમ ધર્મપાલ ૯ મી સદીની શરૂવાતમાં નહીં, પણ દશમી સદીની શરૂવાતમાં રાજ્ય કરતે જોઈએ. દેવપાલદેવના મુંગીરના તામ્રપત્રમાં ધર્મપાલ રાષ્ટ્રકટ શ્રી પરવલની દીકરી રણુદેવીને પરણ્ય એમ આપેલ છે. પ્રો. કીહોર્ન શ્રી પરવલને શ્રી વલ્લભ તરીકે સુધારે છે. તેથી ધર્મપાલને સસરો કૃષ્ણ બીજો હોવો જોઈએ. ( ઈન્દ્ર ૩ જે હોય નહીં, કારણ તે સસરેજમાઈ આમ લડે નહીં.)
( શ્લોક ૨૦) ઈન્દ્ર ત્રીજો હૈડય અગર ચેદી વંશની વિજામ્બાને પરણ્યો. તેનાથી ગોવિંદ ૪ થે જન્મે. તેનું સ્વરૂપ કામદેવથી પણ અધિક હતું. ( ક. ૨૧) કલેક ૨૨ માં ગોવિંદ ૪ થાના કરેલા બચાવ ઉપરથી તેમ જ દેવળી, કરહાડ અને ખારે પાટણના તામ્રપત્રોમાં ગાવિંદ ૪ થાનું જે વર્ણન આપ્યું છે તે ઉપરથી સમજાય છે કે (૧) ગોવિંદ ૪ થે વિષયી રાજા હતે. (૨) તેની પ્રજા તથા ભાયાતો નારાજ થયા અને અરિકેશરિન બીજા વિગેરેએ બંડ ઉઠાવ્યું અને ગોવિંદને માર્યો અને તેના કાકા અમોઘવર્ષને ગાદીએ બેસવા વિનતિ કરી. વળી તેમાં લખ્યું છે કે તે પિતાના મોટાભાઈ પ્રત્યે ઘાતકી રીતે વર્યો નહોતો, પૃણ તે મોટાભાઈ અમોઘવર્ષ (બીજા)ના રાજ્ય કરવાના ટુક સમયને ખ્યાલ કરતાં એમ સંભવિત લાગે છે કે તેને ઘાતકી રીતે ગોવિંદ ૪ થાએ માર્યો હશે, અગર મારે એવી યુક્તિ પ્રયુક્તિ કરી હશે. શ્લોક ૨૨ ની છેલી પંક્તિમાં ગોવિંદ ૪ થાને તેનાં પરાક્રમોને લીધે સાહસક કહ્યો છે અને બ્લેક ૨૩ માં આપેલ છે કે તેનું નામ પ્રભૂતવર્ષ હતું. પણ સોનાનાં અનેક દાન આપવાથી તેનું ખરું નામ સુવર્ણવવું પડયું હતું. લેક ૨૮ માં ગંગાયમુના તેના મહેલમાં સેવા કરતાં, એમ લખ્યું છે, તેને અર્થ એમ લે જોઈએ કે ઉત્તરના કોઈ રાજાને હરાવીને ગંગા અને યમુનાનાં લાંછન પિતાના દવજ ઉપર મેળવ્યાં હતાં.
દાનપત્રમાંનાં સ્થળો પૈકી કેવજ તે હાલનું કિમોજ અગર કિમજ છે. કાવિકા તે કવિ અને સીકગ્રામ તે હાલનું સિગામ અગર શીગામ છે. આ દાનપત્રમાં કાવિકાને મહારસ્થાન (પવિત્ર સ્થાન ) લખ્યું છે તેથી તે ૧૦ દશમી સદીથી યાત્રાનું સ્થળ હોવું જોઈએ. દાનમાં અપાએલા કેવજને લાટદેશના ખેડા પરગણામાં આવેલું એમ લખ્યું છે તેથી લાટમાં ખેડાને સમાવેશ થતો હતો એમ અનુમાન થાય છે. ડે. બુલર અને ડે. ભગવાનલાલ ધારે છે. તેમ લાટ મહી અને તાપી વચ્ચે જ પ્રદેશ નહીં, પણ ડો. હુશ ધારે છે તેમ ઉત્તરમાં શેરી અથવા શેઢી સુધીને પ્રદેશ હવે જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org