________________
१०६
गुजरातना ऐतिहासिक लेख
દાન આપનાર રાજા કૃષ્ણરાજ ૨ જ હતું. તેનું બીજું નામ અકાલવર્ષ હતું. તે અંકુલેશ્વરમાં રહેતો હતે. શક સંવત ૮૧૦ ના ચૈત્ર વદ અમાવાસ્યાને દિવસે સૂર્ય ગ્રહણસમયે તેણે બે બ્રાહ્મણોને કવિઠશાધિ ગામ દાનમાં આપ્યું હતું. એ કાંકણુ પ્રાંતમાં આવ્યું હતું. તેની પશ્ચિમે વરિઅવિ બંદર, ઉત્તરે વસુહારિક ગામ આપ્યાં હતાં.
પહેલાંના રાષ્ટ્રકટો અને આ કૃષ્ણ વચ્ચે શું સંબંધ હતો, એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે કેઈ નવીન શાખા હૈ જોઈએ, કારણ કે જ્યારે છેલ્લા બે ગુર્જર રાઠોડ રાજાઓ, જેઓના લેખો આપણી પાસે છે,– તેઓ ભરૂચમાં રહેતા હતા; ત્યારે આ કુષ્ણુ અંકલેશ્વરમાં રહેતો હતો. પરંતુ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું તદ્દન ઘેટું અંતર, તથા એ બે રાજાઓમાંને બીજો તેઓની રાજધાની અંકલેશ્વરથી ઉત્તરમાં આવેલી હતી છતાં અંકલેશ્વરની દક્ષિણે ઘણે દૂર એક ગામનું દાન કરી શક્યો હતો, એ હકીકત ધ્યાનમાં લેતાં જાય છે કે કૃષ્ણ ૨ જે અકાલવર્ષ, ધ્રુવ ૩ જાને સીધે વંશજ હશે અને ધવ ૩ જાના સમય પછી, ભરૂચ ગુજરાતના રાઠેડનું મુખ્ય શહેર મટી ગયું હતું. એટલે રાજા દક્તિવર્મન જે કુષ્ણ ૨ જાને પિતા હવે જોઈએ, તેણે શક ૭૮૯, નં. ૩ ની તારીખ, અને શક ૮૧૦ આ દાનપત્રની તારીખ વચ્ચેના સમયમાં રાજ્ય કર્યું હોવું જોઈએ. ઉજજૈન ઉપર એક ગુર્જર રાઠોડ રાજાએ – ઘણે ભાગે કૃષ્ણ ૨ જાએ પોતે– કરેલી ચઢાઈ પણ એ જ સમયમાં હોવી જોઈએ, અને તે પરમારો ઉજજેનની ગાદીએ આવ્યા તેની પણ પહેલાં કદાચ હોય. રાજા વલલભને આ લડાઈના પ્રેક્ષક તરીકે બતાવ્યું છે એથી દેખાય છે કે કણ પિતાના પૂર્વગામીઓની માફક કોઈ ચકવર્તિ સત્તા- કદાચ માન્યખેટ અગર માલ ખેડના રાષ્ટ્રકૂટ–ને સામંત હતો.
અસંખ્ય શબ્દ તથા ભૂલે ઉપરથી આ દાનપત્રના ખરાપણુ વિષે શંકા થાય એવું છે, પરંતુ મન્સ્ટરના પ્રેફેસર જેકેબીએ ગણત્રી કરી બતાવી આપ્યું છે કે દાનપત્ર જાહેર થયાની તારીખે તદ્દન સ્પષ્ટ રીતે નજરે પડતું સૂર્યગ્રહણ થયું હતું. એટલે આ દાનપત્રનું ખરાપણું નિઃસંશય પણે સાબીત થાય છે. શબ્દલો સ્થળસંકોચને લીધે હોય, અને ભૂલે લેખકના અધુરા જ્ઞાનને લીધે હોય, એમ પણ સંભવિત છે.
૧ આ ઉપનામ દક્તિદુર્ગનું પણ હતું. ૨ હાલનું અંકલેશ્વર. સ્વર “ કી ' દીર્ધની ભલ કોતરનારની નથી, ૫ણ તે શહેરના જૂના નામની સૂચના કરે છે, જે અરેશ્વર હતું એમ છે. બ્યુટહુર જણાવે છે. ૩ આ ગ્રહણ ઈ. સ. ૮૮૮ ના એપ્રીલ તા. ૧૫ મીએ હતું. ૪ મારી પાસેના નકશામાં આ ગામ હું શોધી શકતું નથી. પણ છે. બ્યુલહર જણાવે છે તેમ વરિઆવિ સુરત પાસે તાપી ઉપરનું એક મોટું ગામડું હાલનું વરિઆવે છે; જ્યારે વસુહારિક રાવસાહેબ મેહનલાલ આર વેરી હાલના વસવારી સાથે ઓળખાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org