________________
गुजगतना ऐतिहासिक लख
ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે ( વિષણું ) અને હર જેનું શિર ઈન્દુ કલાથી ભૂષિત છે તે તમારી રક્ષા કરે.
( ૨ ) રાત્રિએ કિરણો ફેંકી તિમિર હણનાર અને મંડલાગ્ર ઉન્નત ક્ષિતિજ ઉપર કરીને પૃથ્વીમાં તેજ પ્રસરાવનાર નિર્મળ ઈન્દુ માફક વિશ્વવ્યાપી યશવાળે, નિર્મળ તેજ સંપન્ન, અસિ ઉંચી કરી અને આગળ કુચ કરી શત્રુઓને હણનાર રાજસિંહ ગોવિંદરાજ નૃપ હતા.
( ૩ ) તેની સામે વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના આવતી રણમાં જોઈ, સદા તે અધર કરડી અને ભ્રમર ગુંથી, અસિ, કુળ, હદય અને વૈર્ય ઉચું કરતે.
( ૪ ) જ્યારે મહાયુદ્ધમાં તેનું નામ તેના શત્રુઓ સૂણુતા ત્યારે તેમના કરમાંથી અસિ મુખમાંથી શોભા, અને હદયમાંથી ગઈ આ ત્રણ ચીજે નિરન્તર સહસા તેમની પાસેથી સરી જતી.
( ૫ ) વિશ્વવિખ્યાત ઉજજવળ યશવાળે. દુઃખી જનનું દુઃખ કાપનાર, હરિના પદના સ્થાનને સહાય કરનાર, સ્વર્ગના નૃપ સમાન, ઉદાર તેને પુત્ર શ્રીકક્કરાજ તેના પછી રાષ્ટ્રકુટ વંશનો મણિ થયે.
( ૬ ) ઉમદા રાફટના મેરૂ પર્વત સમાન, અગિજનાં ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી ઉજજવળ અને દંતપ્રહારથી ઉઝરડા થએલા ઝુંધવાળો, ભૂમિપર શત્રુઓનો નાશ કરનાર ઇદ્રરાજ નૃપ તેને પુત્ર હતો.
( ૭ ) તેને, ઈદ્ર સમાન, ચાર સાગરથી આવૃત અખિલ જગતને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર શ્રીદન્તિદુગરાજ પુત્ર હતે.
(૮) તેણે મુઠ્ઠીભર ભૂથી સત્વરે કર્ણાટની અસંખ્ય સેનાનો પરાજય કર્યો અને કાચીશ, કેરલ, ચલ, પાથ, શ્રીહર્ષ અને વજીરને પરાજય કરવામાં તે દક્ષ હતે.
( ૯ ) તેના પરાક્રમથી તેણે મહાન ખડકની હારમાં આગળ વધતાં તરંગોનાં જળ પ્રકાશે છે તે રામસેતુથી હિમાલય જ્યાં વિમળ પ્રભાવાળા ખડકોના ઢગ હિમશિખાએથી કલંકિત થાય છે ત્યાં સુધી અને પૂર્વ અને પશ્ચિમના સાગરના રેતીવાળા કિનારાની સીમા સુધી આ જગને તેની રાજસત્તા નીચે આપ્યું.
( ૧૦ ) જ્યારે તે વલભરાજ વર્ગમાં ગયો ત્યારે પ્રજાને નહીં પીડનાર કક્કરાજને પત્ર કૃષ્ણરાજ નૃપ થશે.
( ૧૧ ) જેના બાહુબળથી અસંખ્ય શત્રુઓ પૂર્ણ નાશ પામ્યા હતા તે કૃષ્ણરાજનું ચરિત ( વસુદેવના પુત્ર )કૃ ણ સમાન નિષ્કલંક હતું.
( ૧૨ ) શુભતુંગના મહાન અથી ઉડેલી રજનાં વાદળથી સુર્યનાં કિરણો રેતું આખું નભ ગ્રીષ્મમાં પણ વર્ષ બાતુ આવી હોય તેવું લાગતું.
( ૧૩ ) તેણે યુદ્ધમાં આત્મભુજબળના ગર્વવાળા રાહુને તીફશુ અસિના પ્રહારથી પરાજય કર્યો અને સત્વર અનેક પાલિધ્વજથી ઉજજવળ થએલા “રાજાધિરાજ' અને “પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી.
( ૧૪ ) ચાર સાગરથી આવૃત્ત બની ભૂષિત થએલી પૃથ્વીને અને પવિત્ર શાસ્ત્રને પણ તે પાલક હતું. તે બ્રાહ્મણને ઘણું ઘી આપતા, અમરની સેવા કરતો, અને ગુરૂઓને માન આપતે. તે ઉદાર, મદવાળ, ગુણીજનમાં પ્રથમ અને લક્ષમીને વલ્લભ હતો. તેના મહાન તપથી સ્વર્ગનાં ફળને ઉપભેગ કરવા તે અમોના ધામમાં ગયો. | ( ૧૫ ) તેને, વલ્લભ નામથી વિખ્યાત, જગતના પરાજય કરેલા શત્રુઓની વધુઓને વિધવા બનાવવામાં દક્ષ, અરિના મસ્ત ગોનાં કુભ યુદ્ધમાં ક્ષણમાં ભેદનાર નાસીર (સૈન્યના
1 પાલિક્વજના અર્થ માટે મે ઈ. એ. જે. છ પા. ૧૧: ૨૪૫. . ફલીની નેટ.
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org