________________
गुजरातना ऐतिहासिक लेख
આ ગણત્રી વિરૂદ્ધ સામગઢને લેખ મુખ્ય વંશમાંના નં. ૧-૪ નાં નામે ફક્ત આપે છે. અને વડોદરાને લેખ મુખ્ય વંશમાંના નં. ૧,૨,૫,૭,૮ અને ગુજરાત શાખામાંના નં. ૧,૨ આપે છે. વડોદરાના લેખમાં કહ્યું છે કે કૃષ્ણ (નં. ૫ ) પિતાના દુષ્ટ સંબંધીને મારી નાંખી પિતે રાજ્ય લીધું હતું. કાવીના લેખની મદદથી હવે જાણી શકાય છે કે તે પદભ્રષ્ટ કરેલો સંબંધી દંતિદુર્ગ સિવાય બીજે કઈ હતો નહીં. વડોદરાના લેખના લેખકે ઈન્દ્ર અને દંતિદુર્ગનાં નામ ન આપવાનું કારણ પણ સમજાય છે. દંતિ૬ દુષ્ટ હતું, એટલે તેણે કર્ક વંશની ધાર્મિક રાજાઓની શાખા જ આપી. લૅક્સનની માફક એવું માનવાની જરૂર નથી કે, કર્ક ૧ લા ના મૃત્યુ પછી રાષ્ટ્રકૂટના રાજ્યના બે ભાગ થઈ ગયા હતા.
આપણા લેખના અલેક ૨૯ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે ગોવિદ ૨ જા એ જ રાષ્ટ્રકટોનું જ૮ રાજ્ય સ્થાપ્યું હતું અને તેણે લાટેશ્વર મંડલ પિતાના ભાઈ ઇન્દ્રને આપી દીધું હતું. આ હકીકતને વડેદરા દાનપત્રમાં સુધારેલાં વાંચનથી ટેકે મળે છે. ગોવિંદ ૨ જાને વનડે. ડેરિને લેખ શક ૭૩૦ ને છે એટલે રાષ્ટ્રકટાએ ગુજરાત ઉપર ચઢાઈ ૮ મી સદીના અંતમાં અગર ૯ મીની શરૂવાતમાં કરી હશે. આ સમયે વનરાજે ઈ. સ. ૭૪૬ માં સ્થાપેલા અણુહિલવાડના ચાપોત્કટે અગર ચાવડાઓ તે વખતે પણ બહુ નબળા હોવા જોઈએ તેથી તેઓ નજીકના લાટ પ્રદેશની મદદ કરી શક્યા નહિ હોય. લાટ એ હાલને મધ્ય અને દક્ષિણ ગુજરાત પ્રદેશ છે. પરંતુ કાવી અને વડોદરાનાં પતરાં ઉપરથી જણાય છે કે લાટ પ્રદેશની સીમા ૯ મી સદીમાં સંકચિત હોવી જોઈએ, કારણ કે ગોવિંદ ૩ જો, દાનપત્ર જાહેર કરતી વખતે ભરૂચમાં રહેતા હતા, અને દાનમાં આપેલું ગામ તેમ જ તેની આજુબાજુનાં ગામો જમ્મુસર તાલુકામાં છે. કાપિકા એ કાવી છે, વટપદ્રક, રૂહણાદ, જદ્રાણ, અને કાલીયર એ હાલનાં વર્કલ, રૂણાદ, જંત્રાણ, અને કાલીઅર છે. થર્ણવિ, નવિ થયું છે.
વડોદરાનાં પતરાંમાં આપેલાં અંકેટ અને જમ્બુવાવિકા હાલનાં અંકૂટ અને જામ્બવા વડેદરાની દક્ષિણે પાંચ છ મૈલ ઉપર આવેલાં છે.
આ ઉપરાંત, ભરૂચ ડિરિટ્રકટમાં તથા ગાયકવાડનાં તાપી નદીના ઉત્તર કિનારાનાં ગામોમાં આજે પણ આપણને રાઠેડ ગરાસીઆઓ માલુમ પડી આવે છે—જે હકીકત ચોક્કસ નિશાની છે કે એ પ્રદેશ રાઠોડ એટલે રાષ્ટ્રકૂટના તાબામાં હતા.
રાક ટેનું રાજ્ય લાટમાં કેટલો સમય ચાલ્યું અને તેઓએ પિતાની મુખ્ય વંશ સાથે કંઈ સંબંધ રાખ્યું હતું કે નહીં, એ નકકી કરવું હાલ અશક્ય છે. પરંતુ એ હકીકતને લગતી બે બાબતે ખાસ ધ્યાન દેવાલાયક છે. વડોદરાનાં પતરાંમાં કર્ક, અને કાવીનાં પતરાંમાં ગોવિંદ, એ બન્ને પિતાના ફક્ત “ મહાસામંતાધિપતિ કહે છે. એથી જણાય છે કે તેઓ કોઈ મહારાજાના ખંડીયાઓ હતા. વળી, કડી અને ખરે પટનના લેખમાં આપેલી ગોવિંદ ૨ જાની મુખ્ય શાખાની વંશાવલી ગુજરાતના લેખ કરતાં જુદી જ છે. એટલે ગુજરાતના રાષ્ટક માલપેટના રાષ્ટ્રકટોના ખંડીયાઓ હોવા જોઈએ, એમ હું માનું છું.
૧ જ. બા.બ્ર. જે. એ. સે. . ૨ પા. ૩૭૧
૪ ૨ ઈ. આ૮. વિ. ૩ પા. ૫૪૦ ૩ લાસન એમ
. “ છે પર ધારે છે કે રાષ્ટ્રની મુખ્ય શાખા પણ ગુજરાતમાં રાજ્ય કરતી હતી. આ ધારણ માટે કંઈ પણ પુરાવો નથી. પરંતુ એમ બતાવવાને પૂરત પુરાવો છે કે તેઓ એક દક્ષિણી જાતી હતી અને તેની રાજ્યધાની “માખેટ' અથવા માલખેટ હતી, જુઓ કરાડ, ખારપટન અને સાલુંટણીનાં પતરાં ઉપરની ચર્ચા-ઈ. એ. .-, પા. ૨૦૫, ૪ જુઓ. ઈ. એ. જે. ૧ પા. ૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org