________________
राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो (૨૪) અને તેનું જગમાં વિખ્યાત અપર નામ પૃથ્વીવલ્લભ હતું, અને ચાર સાગરથી બંધાએલી પૃથ્વી તેણે એકલા હસ્તે શરણે કરી. | (૨૫) આત્મા એક છે છતાં ભેદવાદિએથી બહુ રૂપી મનાય છે તેમ તે શત્રુના સૈન્યને અનંત સાગર પિતાના ભુજબળથી ઓળંગતે હતા ત્યારે એક રૂપ વાળો તે હતો છતાં શત્રુએને યુદ્ધમાં અનેક રૂપધારી લાગતું.
(૨૬) “હું એકલું છું અને અસજજ ( શસ્ત્ર વિનાને) છું આ શત્રુઓ ઘણું અને સજજ છે ” આવો વિચાર તેને સ્વપમાં પણ આવતે નહીં, તે પછી યુદ્ધમાં તે ક્યાંથી જ સંભવે ?
( ર૭) સ્તંભ આદિ પ્રબળ અનેક નપાએ એકત્ર બની, પોતાના પિતાએ રાજ્યાભિષેક કળશમાંથી સિચેલા જળથી અલું રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ, તેમને બાહુબળથી હરી લેતા હતા એવું જોઈને,
(૨૮) તેણે એકલાએ મહાન યુદ્ધમાં તેમને અન્ય ગૃપ મંડળ સહિત, તેની ઉંચી કરેલી અસિધારાના પ્રહારથી સંતાપી, તેમને સર્વેને બન્ધીવાન કર્યા. અને શ્રીને, સુંદર અને મૂલ્યવાળી ચૌરી ધારતી, અને પોતાના ગુરૂઓ, દ્વિજે, ગુણિજને, મિત્રો અને બધુજને જેઓ નિરાશ થઈ ગયા હતા તેમનાથી ઉપભેગા થાય તેવી સ્થિર બનાવી.
(૨૯) પિતાના શત્રુમંડળને ધ્રુજાવનાર તે વર્ગમાં ગમે ત્યારે તેને પુત્ર શ્રીમાન મહા રાજ શર્વ જે ગુણ માટે વિખ્યાત હતું તે નૃપ થ.
(૩૦) આર્થિજનોને, સર્વ અભિલાષ પૂર્ણ કરી સંતુષ્ટ કર્યાથી, અમોઘવર્ષ નામની પૂર્ણ ગ્યતા તેણે સિદ્ધ કરી.
(૩૧) તેના પિતૃવ્યક, તેના શત્રુઓના જગતના યશ અને વૈભવના નાશને હેતુ, ઉદયવાળ, શ્રીસંપન્ન, અને ગુણ નૃપના ચિત્તમાં સ્તુતિ પ્રગટાવતો ઈન્દ્રારાજ નૃપ છે. રાજ્યશ્રી દીનતાથી અને તેના તરફ પ્રેમથી અન્ય નુપને ત્યજી સર્વ કવિઓ પાસે મેટેથી તેના સ્વભાવનું ગાન કરાવતી.
(૩ર) પિતાના એકલા કરથી વિજય પ્રાપ્ત કરનાર, એવા તે સાહસમાં પ્રીતિવાળાને, સૈન્ય ફક્ત, રાજ્યચિહ્ન સમાન હતું. મેદસંપન્ન હોવાથી તે, અખિલ વિશ્વના સ્વામિ પરમેશ્વર સિવાય અન્ય દેવેને પણ નમન કરતે નહીં.
(૩૪) તેને, વંશને સાર, રાજ્ય ભાર સંભાળનાર, નય સાથે મેળવેલા પરાકમવાળે, અનેક બધુજનોને તેની શ્રીથી રંજનાર, ધનુષ્યના પ્રયોગમાં પાર્થ સમાન વિજયી, ચાર્જનેમાં પ્રથમ શ્રી કર્કરાજ નામે પુત્ર હતે.
(૩૫) દાન, પ્રતિષ્ઠા, ધર્મરાજ્ય, શૌર્ય અને વિકમમાં તેના સામે અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે.
(૫૫-૬૯) અને તે મહાસામતને અધિપતિ સુવર્ણવર્ષદેવ શ્રી કર્કરાજ જેણે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે, તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે
૧ આ શ્લોક પિતાની મેળે એક પૂર્ણ વાકય નથી. નીચેના ગ્લૅક સાથે વાંચી જઈએ અને તે બન્નેને જોડવા માટે અવલક્ય” કે એ કઈ શબ્દ અધ્યાહાર લેવો જોઈએ. ૨ આ પછી શ્લેકને સમજી શકાય તે અનુવાદ કરવાના સર્વ પ્રયત્ન નિષ્ફળ નિવડયા છે. ગુજરાતના રાષ્ટ્રઢ વંશના ધ્રુવ બીજાનાં બગુમરા દાનપત્રનાં વાંચનથી આ શ્લેકનાં વાંચનમાં ઘણું જ ભેદ છે, પરંતુ આ વાંચન, મારી પાસે આ જ રાજાનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે તેમાંનાં વાંચન સાથે લગભગ સમાન છે. તેથી આ શ્લોકનું ખરેખરૂં તાત્પર્ય કરવું બીલકુલ અશક્ય છે એટલું જ નહીં પરંતુ માનસ, ઇન્દ્રરાજનો મિત્ર રાજા હતો તે ઐતિહાસિક વાત સાબિત કરવી, એ ઘણું જ જોખમભરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org