SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ન૦ ૨૪ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૯ આ શાસનનું પહેલું પતરું પાલીતાણુમાં શત્રુંજય દરવાજા પાસેના તળાવમાંથી ગાળ કાઢતી વખતે મળી આવ્યું હતું. સ્વરથાન ભાવનગરના દરબારે તે પતરૂં મુંબઈમાંના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમને ઈ. સ. ૧૯૧૮ માં ભેટ આપેલું છે. બીજું પતરું કાઠીયાવાડના ગોહિલવાડ પ્રાંતમાંના પાલીતાણાથી નેત્રત્ય ખૂણે ૧૦ માઈલ ઉપર આવેલા ઐયાવેજ નામના નાના ગામડામાંથી મી. ટયુડર એવન આઈ. સી. એસ. એડમીજીટર પાલીતાણુ સ્ટેટ ને ઈ. સ. ૧૮૯૪માં મળ્યું હતું અને તે અત્યારે રાજકેટમાંના વોટસન મ્યુઝીયમ એફ એન્ટીવીટીઝમાં સુરક્ષિત છે. બને પતરાંની એક જ બાજુએ લેખ કરે છે. પતરાનું માપ ૧૨ ઇંચ પહોળાઇ અને ૬ ઇંચ ઉંચાઈ છે. પતરાંની કેર સહેજ ઉપડતી છે અને તે બન્ને સુરક્ષિત છે. અક્ષરે ઉંડા કતરેલા છે અને પતરાંની બીજી બાજુ એ દેખાય છે. કે તરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા પતરાનું વજન ૫૬ તેલા છે. પતરાંના નીચલા અને ઉપજ્યા છેડા ઉપર બબે કાણાં સાથે બાંધવા માટે તેમ જ સીલ માટે છે. અને પતરાંમાં ૧૫ લીંટી કતરેલી છે. સ. ૨૧૦ માં પ્રવસેન ૧ લાએ આપેલા દાનની હકીકત માં છે. (૧) નગરકના રહેવાશી, આત્રેય ગોત્રના, અને વાજસનેય શાખાના શાબ્લિશર્મન નામના બ્રાહ્મણને સુરાષ્ટ્રમાં ભદ્રણિકા ગામના અગ્નિખૂણુના પાદરમાંની દસ પાદાવર્ત જમીન આપેલી હતી (૨) તેમજ તેજ બ્રાહ્મણના ભાઈ દેવશર્મેન ને તે જ પાદરમાં ૧૦૦ પાદાવર્ત જમીન, અને બાર પાદાવર્ત ક્ષેત્રફળવાઈ વાપી ભોલર આપેલું હતું. વાપી ભેલરને અર્થ ખાત્રીપૂર્વક આપી શકાતે નથી પણું માટીથી ભરી દીધેલ વગર વપરાશની વાવ હોય એમ સંભવ છે. ભણિકા અત્યારે મળી શકતું નથી જ્યારે નગરક ઘણું કરીને નાગર બ્રાહ્મણનું મૂળ વતન વડનગર હાય એ સંભવ છે. દતક ધર હતા. આ પહેલાનાં દાનપત્રોમાં દતક મમ્મક આપેલા છે, જ્યારે આ અને આની પછીનામાં રૂદ્રધર આપેલ છે. લેખક છે બધાં શાસનમાં તેમજ આમાં કિક્કક છે. # પહેલું પતરૂં એ. ઈ.વ. ૧૭ ૫. ૧૮ છે. વી. એસ સુકથંકર બીજી પતરૂં એ. ઈ. વો ૧૯ પા. ૧૨૫ મી. ડી. બી. દસકલકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy