SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૩ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણુના પતરાંઓ [ વલભી] સંવત ૨૧૦ ગ્રા.સુ. ૧૫=૫૨૮ ઈ. સ. આ પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. વૈશ્યએ આ પ્રમાણે આપ્યું છે -' “કડી અથવા મુદ્રા વગરનાં બે પતરાંઓ છે અને તે દરેકમાં કડીનાં કાણું છે. પહેલા પતરાના ડાબી આજના તળીઆના પણાનું કઠીન કાણું સંપૂર્ણ નથી, તેની નીચે થોડો ભાગ ભાંગી ગયો છે. દરેક પતરાની એક બાજુ ઉપર લખેલું છે. કેડી જગ્યાએ કારીગરનાં હથીયારની નિશાનીઓ બને પતરાંની પાછળના ભાગમાં પણ જણાય છે. પતરાંઓની લંબાઈ ૧૦” થી ૧૦y”ની અને ઉંચાઈ ? થી ૬" સુધીની છે. દરેક અક્ષરની ઉંચાઈ લગભગ ” છે. દરેક પતરા ઉપર સુંદર રીતે કોતરેલી ૧૪ પંક્તિઓ છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. હસ્તવપ્ર-આહરણીમાં અડવેલી, ભલર નામના ગામડાની અને આક્રિલિકા તળાવની નિત્રાત્યકેણુની સરહદૃ ઉપર વિશાખ નામને બ્રાહ્મણ ખેડતો હતો તે કરડ ખેતરની જમીન, તથા અક્ષરસરકમાંથી જઈ શકાતાં વસુકીય ગામડાંની સરહદ પર ઉત્તર દિશામાં ૫૦ પાદાન્તનું દાન સિંહપુરના રહીશ વાજસનેય( શાખા )ના શિષ્ય, જાવાલ ગેત્રના બ્રાહ્મણ વિષ્ણુશર્મને કરેલું તે મંજુર કરતું આ શાસન મહાસામન્ત મહારાજ ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. ભલર . અને વસુકીય નામનાં ગામડાંઓ હું ઓળખાવી શકતો નથી. સુકીયને અક્ષસરક-પ્રાવેશ્ય કહેલું છે. આ ગણેશગઢનાં સંવત ૨૦૭ નાં પતરાંઓમાંનાં ‘અક્ષરસરક-માપીય” જેનો અર્થ છેસર હટશ “ અક્ષરકપ્રાપનું ” એ કરે છે, તેને મળતું આવે છે. સંવત ૨૪૮ના ગુહસેને આપેલાં તામ્રપત્ર પર નાં દાનની ૫ મી લીટીમાં લખેલ “ વટસ્થલીકા પ્રાપીય” સાથે સર"ખાવીને આ અર્થ કર્યો છે. મહાસુદેવના ખરીઆરનાં પતરાંઓમાં આવતા પ્રવેશ્ય' શબ્દને અને પ્રાપીયને એઠજ અર્થ થાય છે એમ ચોક્કસ જણાય છે. પરંતુ “ અચાત-ભટ-પ્રાવેશ્ય' એ સાધારણ વાક્યમાં જે અર્થ થાય છે તે સિવાય બીજો અર્થ હેવા સંભવ નથી. તે પછી પ્રાપીય ” “ પ્રાપ્ય” નું પ્રાકૃત રૂપ હોવું જોઈએ. તે પ્રમાણે “અક્ષસરક પ્રવેશ્ય ”ને અર્થ હું “અફસરકમાં થઈને જેમાં પ્રવેશ થાય છે” એટલે અક્ષરકની સરહદ ઉપર એ કરીશ. અક્ષરસરકની સ્થળ-સીમા હું નકકી કરી શકતો નથી. આ શબ્દને છેલ્લે ભાગ કદાચ સરક એટલે સરોવર, તળાવ હેય. બાકીનાં સ્થળમાં વલભી અને હસ્તવમાહરણ વિષે ઉપર કહેલું છે. આક્રિલિકાને અર્થ “ઘણુ આંબાવાળું” એ થતું હશે. બેખે છે. ર. એ.સો. જર્નલ, વેલ્યુમ. ૧૦ પ. ૭૭ માં પ્રસિદ્ધ કરેલાં ઘરસેન ૪ થાનાં સંવત ૩૨૬ નાં પતરાંઓમાં પણ દાન લેનારના નિવાસસ્થાન સિંહપુરનું વર્ણન છે. તે હાલનું ૨૧°૪૩' ઉત્તર અને ૨૦ પૂર્વમાં આવેલું સિહોર છે. પ્રથમના દાન પ્રમાણે, પ્રતીહાર મમ્મક દૂતક છે, અને લેખક કિકકક છે. ઈ. સ. પર૯ ને મળતા ( વલભી ) સંવત ૨૧૦ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે દાન આપેલું છે. , ૫ પા. ૨૦૬ ૩ એ, ઈ વો. ૯ ૧ એ. ઈ. ધો. ૧૧ ને, ૪પ. ૧૦૯-૧૦ છે. સ્ટેન કેન ? ૨ અક્ષરા ત૨ ૫. ૪. એ. ઈ. ૪ ૫, ૬ અને ૨ ઈ, એ, ટ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy