________________
२७४
गुजरातना ऐतिहासिक लेख જેને રાજછત્ર, તેના પ્રબળ કરથી ધારણું થએલી અખિલ જગત પર છવાએલી, અને મન્દર પર્વતના મંથનથી પદધિમાં ઉદ્ભવતા ફિણના પિણ્ડ સમાન સુંદર યશની છતથી ઢંકાયે હતે;
આ પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુધ્યાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય હતે.
તેને પુત્ર [ શીલાદિત્ય હતા ]; જેનાં ચરણ કમળ તેના વિક્રમ અને અનુરાગ વડે નમન કરતા આશ્રયી નૃપનાં મુગટનાં રત્નોમાંથી નીકળતાં કિરણોથી ભૂષિત હતા;
(આ) પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુણાત પરમ ભટ્ટારિક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ સર્વને શાસન કરે છે –
તમને સર્વેને અને પ્રત્યેકને જાહેર થાઓ કે—મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે અને આ લોક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ માટે શ્રી વર્ધમાનભુકિત ત્યજી લિપ્તિ. ખણ્ડમાં વાસ કરનાર, ભટ્ટ દામોદર ભૂતિના પુત્ર, ચાર વેદ જાણનાર, ગાગ્યે ગેત્રના, બહુવૃચ શાખાના, ભટ્ટ વાસુદેવ ભૂતિને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, કતુ, આદિના અનુષ્ઠાન માટે, સુરાષ્ટ્ર મંડળમાં દિનપુત્ર સમીપમાં અન્તરપલ્લિકા ગામ, ઉદ્વેગ સહિત, સર્વ ઉપરિકર આદિ સહિત, વેઠ સહિત, ભૂતવાત પ્રત્યય સહિત, ધાન્ય અને હિરણ્યની ઉપજ સહિત, દશઅપરાધના નિર્ણયના હકક સહિત, સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, પૂર્વનાં દેવે અને દ્વિજોનાં દાન વર્જ કરી ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂર્ય સાગર, પૃથવી, સરિતાઓ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુ પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે પાણીના અર્થથી દાનને અનુમતિ આપી, ધર્મદાન તેરીકે, મેં આપ્યું છે.
આથી ધર્મદાય સ્થિતિ અનુસાર જ્યારે તે તેને ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અને અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરે નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપેએ લક્ષમી અસ્થિર છે, જીવિત ચંચળ છે અને ભૂમિદાનનું ફળ [ સર્વ નૃપોને ] સામાન્ય છે એમ જાણીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કે – સગરથી માંડીને બહુ નૃપે એ ભૂમિને ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયનું ફળ છે.
દારિદ્રયભયથી ભૂપેથી (ધર્મ) સ્થાન બનાવેલી લક્ષમી, જે નિર્માલ્ય [ દેવને અર્પલાં કુસુમ] સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે?
ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં [ ૬૦ હજાર ] વર્ષ નરકમાં વાસ કરે છે. •
આ દાન ને દતક શીલાદિત્ય છે. આ શ્રી બુદ્ધભટના પુત્ર સેનાપતિ શ્રી ગિલ્લકથી લખાયું છે. સં. ૪૦૩ માઘ વદ ૧૨. મારા સ્વહસ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org