________________
નં. ૪પ
ધરસેન ૨ જાનાં તામ્રપત્ર
સંવત્ ૨૫૯ ચૈત્ર વદિ ૨ હાલમાં પ્રસિદ્ધ થયેલાં વલભીનાં ત્રણ દાનપત્રમાંનું પ્રથમ દાનપત્ર વલભીનાં ખંડેરામાંથી જૂની ઇંટે ખોદતાં કેળીઓને મળ્યું હતું. મને તે ૧૮૭૫ ના જાનેવારીમાં મળ્યું હતું.
ધરસેન ૨ જાનું દાનપત્ર હું ઇંચ૮૧૬ ઇંચનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. મુદ્રા સાથેની કડીઓ અધી બળથી તોડેલી અને અર્ધા કાપેલી છે, તેથી ડાબી બાજુની કડીની આસપાસમાં પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં, અર્ધ ગોળ પતરાંના કકડાઓ નાશ પામ્યા છે. આ અકસ્માતને લીધે બીજા પતરાની પહેલી પંક્તિઓના કેટલાક અક્ષરો બહુ ઝાંખા અને અસ્પષ્ટ છે, જે એક મહદર્શક કાચથી જોઈ શકાય છે. બીજા પતરાને જમણી બાજુએ નીચેનો એક કકડે પણ નાશ પામ્યો છે. મને મળ્યાં ત્યારે બન્ને પતરાં પર રેતી તથા કાટ લાગેલાં હતાં, અને ચૂનાના પાણીમાં ઘણો સમય રાખવાથી તે સાફ થયાં. તેમ છતાં પહેલું પતરું સહેલાઈથી વાંચી શકાય તેવું નથી, અને ફેટોગ્રાફ લેવા માટે પણ નકામું છે. બીજાને ફેટોગ્રાફ સારે આવે છે.
પતરાં પરના અક્ષરો ગુહસેનની જેમ ગળાકારના અને પાતળા છે. દાનપત્રની તારીખ એક “ વિજયી છાવણી ” માંથી નાંખેલી છે. ગામનું નામ ખરાબ થઈ ગયું હોવાથી તે સ્થળ નક્કી થઈ શકાતું નથી. નામની શરૂવાત ભદ્રાપાથી થાય છે.
વંશાવળીમાં નિયમ પ્રમાણે ભટારકથી ગુહસેનના પુત્ર ધરસેન સુધીના રાજકર્તાઓની યાદી આપ્યું છે.
વલભીમાં આવેલો, આચાર્ય ભદંત સ્થિરમતિએ બંધાવેલો શ્રીબાપપાદન મઠ દાનમાં આપેલ છે. હું ધારું છું કે, આ વિહાર હિવેનસાંગે “અહ” “એચેલે ” નો કહે છે તે જ છે. તેમાં શંકા નથી. તેણે આ મઠ વિષે આ પ્રમાણે કહ્યું છે –
-“શહેર(વલભી)થી થોડે દૂર પ્રાચીન સમયમાં અહંત ઓચેલે એ બંધાવેલે એક મઠ છેઃ ગુમતિ અને સ્થિરમતિ નામના બેદ્ધિસાએ આજ સ્થળે પિતાને નિવાસ રાખે હતે. અને તેમણે પ્રખ્યાત થયેલા કેટલાક ગ્રંથ પણ આંહિ જ લખ્યા હતા.
આપણું લેખને તથા હિવેનસાંગે લખેલે સ્થિરમતિ વસુબંધુને સુવિખ્યાત શિષ્ય હતે. અને તેણે પિતાના ગુરૂના લેખોની ટીકા લખી હતી એ નિર્વિવાદ છે.
દાનમાં બે ગામે આપેલાં છે–એક હસ્તવપ્ર–આંતરણમાં મહેધરદાસેનક અને બીજું ધારકેઠ સ્થલીમાં દેવદ્રિપલ્લિકા. ધ્રુવસેન ૧ લાના સંવત ૨૦૭ ના પતરાંમાં “હસ્તવપ્ર” હસ્તકવપ્ર” તરીકે આપેલું છે. અને તે હાલના હાથબ તરીકે ઓળખાવેલું છે. કર્નલ ચુલે ત્યાર બાદ, હાથબ ગ્રીક અસ્ટકંત માનેલું છે. મહેશ્વરદાસેનક કદાચ હાથબની નૈરૂત્યમાં આવેલું મહાદેવ પુર હોય. ધરસનના દાનમાં દત્તવાદuથાન એ પાઠ ઓખો આપેલો છે, અને તેથી મારે સુધારો પ્રથમ અને આહરણ” એ કઈ પ્રદેશને ભાગ બતાવે છે, એ મતને પુષ્ટિ મળે છે,
ઈ. એ. . ૬ પા-૯ છે.
ખુલહર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org