SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૮ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપા [ ગુપ્ત ] સંવત્ ૨૧૭ આશ્વિન વદ ૧૩ જે બે પતરાં ઉપરથી આ અક્ષરાન્તર કરવામાં આવ્યું છે તે ડા. ખરજેસે ડા ખુલરને પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં અને તેણે મને આપ્યાં હતાં. અત્યારે તે બ્રિટિશ મ્યુઝીયમમાં છે. તેમાં વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું ગુ. સ. ર′′ આશ્ચિન વ. ૧૩( ઇ. સ. પ૩૬-૩૭)નું દાન લખેલું છે. પતરાંએ બહુ સુરક્ષિત નથી. પહેલા પતરાની ઉપરની કાર અને નીચેના ભાગમાં ડાય માજુના ખૂણાના ભાગ તૂટેલાં છે અને બીજા પતરાની જમણી બાજુ પણ તેવી જ સ્થિતિમાં છે તેથી શરૂવાતના ભાગમાં જે સ્થળેથી દાન અપાએલું છે તે સ્થળનું નામ નષ્ટ થયું છે. ઉપરાંત અક્ષરાના કેટલાક ભાગ કાળની અસરથી ઘસાઈ ગયા છે અને કેટલાક ઠેકાણે બીલકુલ વંચાતા નથી. તાપણુ બીજાં દાનપત્રાની સરખામણીથી ઘણા ખરા અક્ષર મેળવ્યા છે. જો કે દાનમાં અપાયેલા ગામનું નામ મળી શકતું નથી. લેખ આખા ગદ્યમાં છે. જ્યારે છેવટને અમુક ભાગ શ્લોકમાં છે. કેટલીક લેખકની ભલે સિવાય વ્યાકરણ વિગેરે માટે ખાસ નોંધ કરવાલાયક કાંઈ નથી. શરૂવાતમાં શ્રી સેનાપતિ ભટ્ટાર્કથી માંડીને ધ્રુવસેન ૧ લા સુધીની વંશાવળી, પછી દાનની વિગત અને છેવટમાં દતક વિગેરેનાં નામ આપેલ છે. જ્ઞાનવિભાગ—રાજન્હેન દુઠ્ઠાએ બંધાવેલા વિહારમાં અને યુદ્ધદાસના બંધાવેલા વિહારમાં રહેતા ભિક્ષુ સંઘને દાન આપેલું છે. દાનમાં આપેલું ગામ વટપ્રયંક ? છે અને તે જે પરગણામાં આવેલું છે તેનું નામ વંચાતું નથી. એ વિહાર પૈકીના પહેલેા ખીજાં ઘણાં દાનપત્રામાં આવે છે પણ બીજો વિહાર તદ્દન નવા છે. હ્યુએન સંગે વર્ણવેલા ૧૦૦ સંધારામે। પૈકીના આ એક હાય એમ સંભવિત છે. ધ્રુવસેન પાતે શિવધર્મી હૈાવા છતાં બુદ્ધધર્મ માટે આપેલું આ દાન ખાસ ધ્યાન ખેંચનારૂં છે; કારણ તેથી તેની ધર્મ સહિષ્ણુતાનું ભાન આવે છે. તેમ જ ચૈવ રાજાની વ્હેન દુકા ઐયમાં હતી તે પણ ઉપયોગી હકીકત છે. ગુહુસેન પ્રથમ પેાતાને પરમમાહેશ્વર લખે છે અને પાછળથી પરમેપાસક લખેલ છે. તેથી કદાચ પાછળથી બુદ્ધધર્મમાં આવ્યેા હૈાય એવા સંભવ છે. ઉપરાંત ૬ ઠી અને સાતમી શતાબ્દીમાં બુદ્ધધર્મનું બળ આનાથી પુરવાર થાય છે અને આ મધ્યકાલના રાજાએ પણ અશેક અને અકબરની માફક ધર્માંધ ન હતા, એમ પણ સાબીત થાય છે. * જ. ર. એ. સે. ઈ. સ. ૧૮૯૫ પા. ૩૯ ડૉ. ટી બ્લોચ २३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy