________________
શ્રી શત્રુંજ્ય સૌરભ થાય તેમાં જ મારું કલ્યાણ છે. માળ પહેરવાને હક્ક મને નથી પણ મારાં માતુશ્રીને છે. હું તેને કિંકર છું. મને તે તેમના મંગળ આશીર્વાદ જોઈએ.” - આ વખતે તીર્થસેવા માટે પાંચ બહુ મૂલ્ય રત્ન જગડુએ આપ્યા અને મધુમાવતી–મહુવાના નામને ઉજવળ કર્યું. મહારાજા કુમારપાળ તે આ તીર્થ પ્રેમ જોઈ આનંદ આનંદ પામ્યા. એક એક રત્ન સવાલક્ષ દ્રવ્યનું હતું.
ભીમા કુંડલીયાનું ભાગ્ય, બાહડમંત્રી સંઘ સહિત પાલીતાણા આવ્યા છે. તળેટીમાં વિશાળ તંબુઓ ખેંચાયા છે. બાહડપુર” નામનું નાનું ગામ વસી ગયું છે. આસપાસથી ગુજરાતને સુબે શત્રુજ્યને ઉદ્ધાર કરવા આવેલ છે, તેવી વાત સાંભળી હજારો માણસે યાત્રાએ આવી રહ્યાં છે. ટીમાણે ગામના ભીમા કુંડલીયાને યાત્રા કરવાની ઈચ્છા થઈ. ઘીની કુંડલી ગામમાં મૂકીને તે શ્રી શત્રુંજયની તળેટીમાં આવ્યા. યાત્રા કરી ભીમે પણ બાહડમંત્રીના દર્શન કરવા ગયો. તંબુ એની પાસે તીર્થભક્તિને લ્હાવે લેવા ફાળે ચાલતું હતું. ભૂત ભડકામણ વેશવાળા ભીમાને જોઈને કેટલાક યુવાને મશ્કરી કરવા લાગ્યા. “કેમ શેઠ ! પાયે પૂરવાને વિચાર કરો છે કે શું ? ભીમાએ ભેળા ભાવે જવાબ આપે –
ભાઈ! મારી પાસે તે સાત રૂપા (દામ)ની માયામૂડી છે. જે તે આમાં વપરાય તે મારે મન લાખું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org