________________
પ્રકરણ ૬ હું આવા સમાચારથી બાદશાહ જનાબ માટે દુનિયા નિરાશ થઈ જાય, તેથી અત્યંત દુઃખ થાય છે.”
સમરાશાનાં આ વચનેથી બાદશાહના મત ઉપર ઊંડી અસર થઈ તેણે ભાંગી નાખેલ હજ, રાજ્ય તરફથી સમરાવી દઈ ફરી તીર્થ માંડવામાં મદદ કરવા ફરમાન કર્યું.
આ ફરમાન લઈ સમરાશા પાટણ આવ્યા. શત્રુંજયને તીર્થોદ્ધાર કરવા પિતે આદેશ મા, અને કાર્યની શરૂઆત થઈ ગઈ. ગુજરાતના સૂબેદાર અલપખાને સમરસિંહને બધી જાતની અનુકૂળતા આપી અને મોટા સંઘ સાથે આવી સમરાશાએ પ્રતિષ્ઠા કરાવી. - આ ઉદ્ધાર માટે સુંદર મૂર્તિઓ કરાવવા આરાસણની ખાણનો પત્થર જોઈએ તેથી ત્રિસંગપુરના રાજા મહીપાળ દેવને સમરાશા ભટણું ધરીને મળ્યા અને ફલક-પત્થર માટે માગણી કરી.
મહીપાળ ધર્મપ્રેમી હતું અને આવાં ધર્મકાર્ય માટે ફલક આપવામાં પોતાનું ધન્યભાગ્ય માનીને પોતે જાતે સાથે આવી આરાસણમાંથી માગ્યા કરતાં સવા ફલક આપવાને હુકમ કર્યો. એટલું જ નહિં પણ આ ફલક માટે કર લેવાતે હતે તે પણ આજથી માફ કર્યો.
, આ મહીપાળ રાજાની મૂર્તિ સમરાશાહે કરાવીને સિદ્ધાચળમાં એક ગેખમાં મૂકી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org