________________
- સમદ્ધિની
તમારી
સિટી
શ્રી શત્રુંજ્ય સૌરભ વસ્તુપાલને ક્યાં સમૃદ્ધિની ભૂખ હતી? તેણે ત્રણ માગણીઓ રજૂ કરી: ૧. અમારી અને તમારી વચ્ચે મીઠ સંબંધ જળવાઈ રહે તે માટે ગુજરાતના રાણા સાથે મિત્રી રાખવી. ૨. હિન્દુ અને જૈન મંદિરને નાશ ન કર. ૩. દિલ્હીમાં કે નજીકમાં એક જિનમંદિર બાંધવા મંજૂરી આપવી.
આ ત્રણે નિસ્વાર્થ માંગણીઓ સ્વીકારવામાં આવી. તેમજ માનપૂર્વક તેમને વિદાય ગીરિ આપી.
સમરાશાએ સં. ૧૩૭૧ માં શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યા તેમાં દિલ્હીના બાદશાહની સંપૂર્ણ સહાનુભૂતિ હતી.
સમરાશાના પિતા દેશલશાની વૃદ્ધાવસ્થા હેઈ પાટણમાં રહેતા. સં. ૧૩૬૯ માં પ્લેચ્છ સેનાએ ડુંગર ઉપર લક્ષ્મી જ લક્ષ્મી છે તે સાંભળી ઉપર ચઢી ભાંગફોડ કરી પણ પહેલેથી મૂર્તિઓ વિગેરે પાછલે રસ્તેથી પીરમ બેટમાં મોકલી દીધી હતી, તેથી બીજું નુકશાન ન થયું.
આ વાતના સમાચાર દેશલશાએ સમરાશાને દિલ્હી કહેવરાવ્યા. સમરાશા તે વખતે દિલ્હીમાં રહેતા. અલ્લાઉદ્દીનને તેમના ઉપર સારો પ્રેમ હતો. તે સમરાશાને પિતાના સલાહકાર માનતા.
આ સમાચાર સાંભળી, સમરાશા બાદશાહ પાસે ગયા અને “આપણું સેનાએ હિન્દુઓની હજ ભાંગી નાંખી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org