________________
શ્રી શત્રુંજ્ય સૌરભ બાદશાહ મહમદશાહે જુનાગઢ અને ચાંપાનેરને કિલ્લો જી. રા. માંડલિકને અમદાવાદ લઈ જઈ મુસલમાન કરવામાં આવ્યું. જુનાગઢનું નામ મુસ્તફાબાદ રાખ્યું. સેનગઢ સુધી થાણાં બેઠવ્યાં, પણ ૧૫૧૨ ના દુષ્કાળ વખતે હડાળાના શેઠ ખીમા દેદરાણુએ જોઈતું અનાજ પૂરું પાડેલું તેથી બાદશાહે ખુશી થઈ જતીર્થોનું રક્ષણ કરવા વચન આપેલું, તેથી શત્રુંજયના મંદિરોને જરા પણ અડચણ આવી નહિ, એટલું જ નહિ પણ બાદશાહે શત્રુંજયના સંઘમાં સહાનુભૂતિ આપી હતી.
ચિતોડના રાણા સંગ્રામસિંહના મંત્રી તલાશાહે ચિતેડમાં બે ભવ્ય જિનાલયે બંધાવ્યાં હતાં. તેલાશાહના પુત્ર કરમાશા મંત્રીપદે આવ્યા. એક વખત અમદાવાદના મુજફરશાહ સુલતાનને નાને પુત્ર બહાદુરશાહ રીસાઈને ચિતોડ આવ્યું. આ પ્રસંગે મંત્રી કરમાશાએ તેને સંભાળી મેટી રકમની મદદ આપી. એ ઉપરથી સં. ૧૫૮૨ માં મહમદશાહને ગુજરાતની ગાદી મળી ત્યારે તેણે કરમાશાને બોલાવી તે માગે તે આપવા ઈચ્છા બતાવી.
કરમાશાને તે શત્રુજ્ય તીર્થના ઉદ્ધારની ભાવના હતી. તેના ઉદ્ધાર અને રક્ષણ માટે અભય વચન આપવા માગણી કરી. એટલે સુલતાન બહાદુરખાને પિતાના સોરઠના સુબા મયાદખાન ઉપર કરમાશાહને શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં દરેક જાતની મદદ કરવા શાહી ફરમાન લખી આપ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org