________________
પ્રકરણ ૬ ઠું અંધાવી છે, જ્યાં અનેક યાત્રાળુઓ રહી પવિત્ર તીર્થરાજને ભેટે છે
પવિત્ર શ્રીગીરિરાજની છત્ર છાયામાં આવેલું પાલીતાણા ગામને ટુકે ઈતિહાસ નીચે મુજબ છે.
વીર સંવત ૩૭૦ એટલે વિક્રમના સંવત અગાઉના સૈકામાં મહા ચમત્કારિક આધ્યાત્મિક રસઔષધી ગુણ જ્ઞાતા શાસ્ત્ર પારગામી યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિજી નામે જૈન મહાન આચાર્ય થયા. તેઓ ૧૦૮ જાતીની ઔષધીને પગના તળીયે લેપ કરી ખેચરની માફક આકાશ ગમન કરી શકતા હતા. તેવી વિદ્યા અને રસપારા સ્થંભનાદિ મહા વિદ્યા શીખવાને નાગાર્જુન નામે એક યેગી પૂજ્ય આચાર્ય દેવ પાસે આવ્યા. તે ગીને ઉપરની વિદ્યા આપવાને યોગ્ય જાણું સ્વપરના ઉપકારાર્થે તેને શીખવી. તે મહા ઉપકારના બદલામાં યોગીએ પરમ ઉપકારી ગુરૂના નામ સ્મરણ માટે, શ્રી મહાવીર સ્વામીના શાસન સુધી નામ કાયમ રહે તે કારણથી તેણે સારા શુભ નક્ષત્રે. શુભ મુહૂર્ત ગુરૂના નામ ઉપરથી પાદલિપ્તપુર ગામ વસાવ્યું. તે ધીમે ધીમે આબાદીને પામ્યું. કેટલાક કાળ સારામાં સારી જાહોજલાલીવાળું તે
સ્થાન થયું. વિક્રમ સંવતના દસમા અને અગિયારમા સિકામાં તુટતાં તેના ખંડિયેર પાસે તેજ સિકાની લગભગમાં મારવાડના ખેડગઢ ગામેથી ગોહિલ જાતીના રજપુત રાજાએ આવી કેટલેક ભાગ ન વસાવીને ત્યાં રહ્યા. તે પણ કાલના વહેવા સાથે ગામ પાદલિપ્તપુર એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org