________________
૫૨
શ્રી શત્રુંજય સૌરભ પાલીતાણા ભાંગ્યું, અને ત્યાંથી થોડે દૂર નવું વસાવ્યું. તે પણ ભાંગતાં હાલ જયવંત વર્તતું પુનઃ પાલીતાણા અત્યારની જગ્યાએ વસવા પામ્યું છે. તેમાં ગેહિલ વંશી ઘણું પ્રતાપી શુરવીર અને દુર્વ્યસનના ત્યાગી પરાક્રમી રાજાઓ થઈ ગયા.
આજે જે ટુંકે, મંદિરે, મૂર્તિઓ, દેવકુલિકાએ, વિસામા, કુડે અને પવિત્ર સ્થાને છે, તે સિવાય બીજા ઘણું સ્થાને શ્રી શત્રુંજય ગિરિરાજને શોભાવતાં હતાં. એ મંદિરે એતિહાસિક કળાના નમુના હતા. પણ મુસલમાની રાજ્યમાં મંદિરોને લુંટવા અને તેડવાને જે સમય હતે તે વખતે ઘણાંખરાં મંદિરોને વંશ થયે હશે તેમ લાગે છે. - સં. ૧૯૬૯માં પં. શ્રીદેવચંદ્રજીએ યાત્રા કર્યા બાદ “શ્રી શત્રુંજ્ય તીર્થ પરિપાટી” લખેલ છે. તેમાં આજના મંદિરનાં ટુંકો ઈતિહાસ સિવાય નીચે પ્રમાણેના ઉલ્લેખ પણ મળી આવે છે.
પાલીતાણા ગામ લલિતાસર નામના સરોવરને કિનારે વસેલું હતું. એ લલિતાસર સરોવર છ માઈલના વિસ્તારવાળું હતું. મંત્રીવર્ય વસ્તુપાળ તેજપાળે તે સરોવર તેમજ બીજું અનુપમા સરોવર એમ બન્ને બંધાવ્યાને ઉલ્લેખ છે. આ સરોવરની પાળે શ્રી મહાવીર સ્વામીનું અને ગામમાં શ્રીનેમનાથ સ્વામીનાં મંદિરે હતાં.
જામવાળીના દરવાજા બહાર ડીજીનાં પગલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org