________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૨. શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન કલ્પ વૃક્ષની છાંયડી, નાનડીયે રમતે, સેવન, હીંડોળે હીંચતે, માતાને મન ગમત. ૧ સુર દેવી બાલક થઈ, રૂષભજીને તેડે,
વહાલા લાગે છે, પ્રભુ, હૈડાં શું ભીડે. ૨ જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન,
- ઇંદ્ર ઘા માંડવે વિવાહને સામાન. ૩ ચોરી બાંધી ચિહું દિશે, સુર ગોરી ગીત ગાવે,
સુનંદા સુમંગલા, રૂષજીભને પરણાવે. ૪ ભારતે બીંબ ભરાવીયાએ, શત્રુંજય ગિરિરાય,
શ્રી વિજયપ્રભસુરી મહિમા તણે, ઉદયરતન ગુણ થાય. પ
૩. શ્રી શાંતિનાથજીનું ચિત્યવંદન શાન્તિ કરણ શ્રીશાન્તિનાથ, ગજપુર ધણ ગાજે. વિશ્વસેન અચિરા તણે, સુત સબળ દીવાજે. ચાલીશ ધનુષ કનક વર્ણ, મૃગલંછન છાજે. લાખ વર્ષનું આઉખું, અરિજન મદ ભાજે. ચકવર્તી પ્રભુ પાંચમાએ, સેલસમા જગદીશ. રૂપવિજય મન તું વસ્ય, પુરણ સકલ જગીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org