________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
સુરવર માંહી વડો જીમ ઇંદ્ર, ગ્રહ ગણ માંહિ વડે જિમ ચંદ્ર; મંત્ર માંહિ જિમ શ્રીનવકાર,જળદાયક માંહ્ય જિમ જળધાર. ૪ ધર્મ માંહિ દયા ધર્મ વખાણ, વ્રત માંહિ જિમ બ્રહ્મવ્રત જાણ; પર્વત માંહિ વડે મેરૂ હોય, જિમ શત્રુંજય સમતીરથ ન કેય.૫
ઢાળ ૨ જી.
રાગ-ત્રિણ પાપનમનો. આગે એ આદિ જિણસર, નાભિનંદ નરિંદ મલ્હાર; શત્રે જે શિખર સમેસર્યા, પૂરવ નવાણું એ વાર. ૬ કેવળજ્ઞાન દિવાકર, સ્વામી શ્રી રિષભ નિણંદ, સાથે ચોરાશી ગણધરા, સહસ રાશી મુકુંદ. ૭ બહુ પરિવારે પરિવર્યા, શ્રી શત્રુંજય એકવાર; રિષભ નિણંદ સમેસર્યા, મહિમા લહીએ ન પાર. ૮ સુરનર કેડિ મિલ્યા તિહાં, ધર્મદેશના જિન ભાસે; પુંડરિક ગણધર આગળ શત્રુંજય મહિમા પ્રકાશે, ૯ સાંભળો પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત;
એ તીરથ છે સાધતું, આગે અસંખ્ય અરિહંત. ૧૦ - ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી;
મુગતે ગયા એણે તીર્થે, વળી જાશે કર્મ વિડી. ૧૧ - કૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહીજે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org