________________
૨૮
શ્રી શત્રુંજ્ય સૌરભ બીજાઓને સર્વથા જય છે, તેમને તારૂપી શસ્ત્રવડે તમે હણી નાખ્યા છે. જેઓ બીજા દેવાભાસ (દેવના ગુણરહિત પણ દેવ તરીકે કહેવાતા) છે, તેઓને રાગાદિક શત્રુઓએ વિડંબના પમાડી છે, તેથી તેઓ આત્માને નાશ કરનારા એવા અંતઃશત્રુઓને છોડીને બહારના શત્રુએનેજ દેખે છે (અંતરંગ શત્રુઓને દેખતાજ નથી). અનન્ત જ્ઞાનના માહાસ્યના સમુદ્રરૂપ, ચારિત્ર પાળવામાં ચતુર અને જગતને પ્રકાશ કરવામાં દીપક સમાન એવા હે પૂજ્ય નાભેય (નાભિરાજાના પુત્ર) પ્રભુ ! તમને નમસ્કાર છે. હે નાથ ! તમે રોગના આઠ અંગોને એવાં નિર્માણ કર્યા છે (રચ્યાં છે) કે જેથી તે (અષ્ટાંગ) આઠ કર્મોને નાશ કરવા પ્રવર્તે છે (સમર્થ થાય છે). શ્રી શત્રુંજય ગિરિના મુકુટ સમાન, શ્રી નાભિરાજાના કુળમાં સૂર્યરૂપ તથા સ્વર્ગ મોક્ષ સંબંધી વ્યાપારના (તેની પ્રાપ્તિના) મુખ્ય કારણભૂત એવા હે પ્રભો ! અમે તમને સ્તવીએ છીએ.
હે નાથ ! રત્નથી અલંકૃત કાંચનની જેમ અને તેજથી અલંકૃત સૂર્યની જેમ તમારાવડે આ શત્રુંજય તીર્થ અલંકૃત થયેલું છે. હે પ્રભુ ! હું તમારી પાસે સ્વર્ગના સુખ માગતે નથી, મેક્ષ માગતો નથી; તથા મનુષ્યની લક્ષમી પણ માગતું નથી, પરંતુ માત્ર તમારા ચરણકમળ મારા મનને વિષે નિરંતર રહે, એવી પ્રાર્થના કરું છું. (૧ થી ૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org