________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૫૭
વાચક રામવિજય કહે, હે નમો નમે તીરથ એહ; શિવમંદિર નિરોણ છે, જીહે એહમાં નહિ સંદેહ કે.
મેહન. ૭
૪૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન યાત્રા નવાણું કરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, કાષભ જિણુંદ સમેસરીએ.
વિમલગિરિ. ૧ કોડી સહસ ભવ પાતક ટે; શત્રુંજય સામે ડગ ભરીયે.
વિમલગિરિ. ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચડિયે ગિરિવરીયે.
વિમલગિરિ૦ ૩ પંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ.
વિમલગિરિ. ૪ પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધારીએ.
વિમલગિરિ. ૫ ભય સંથાર ને નારી તણે સંગ, દર થકી પરિહરીએ.
વિમલગિરિ. ૬ સચિત્ત પરિહારી ને એકલઆહારી, ગુરૂ સાથે પદ ચરીયે.
વિમલગિરિ. ૭ પડિક્રમણ દેય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીયે.
વિમલગિરિ. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org