________________
૩૪
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ગિરિપાગે ચઢતા તન મન ઉલસે, ભવ સંચિત સવિ દુષ્કૃત દુર પલાય, સુરજકુંડે નાહી નિરમલ થાઈએ, જિનવર સેવિ આતમ પાવન થાય છે. વિમલા૫ યાત્રા નવાણું કરીએ તન મન ધ્યાનથી, ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણજે, ગણીએ ગરણું દાન સુપાત્રે દીજીએ, દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાનજે. વિમલા, ૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવ સુખ લહે, પાંચમે ભવ તે ભવિયણ મુક્તિ વરાયજે, સુરિ ધનેશ્વર શુભ ધ્યાને ઇમ ભાંખ્યું, પાપી અભવીને એ ગિરિ નવિ ફરસાય. વિમલા. ૭ મુલનાયક શ્રી આદિજીણંદજી ભેટીએ, રાયણ નીચે પ્રણો પ્રભુજીના પાયજે, બાવન જિનાલય ચૌમુખ બિંબને વંદિએ, સમેતશીખર અષ્ટાપદ રચના આય. વિમલા. ૮ સકલ તીરથને એ ગિરિવર છે રાજીયે, તારણ તીરથ ભદધિમાંહી તિજે, સેવંતા એ ગિરિવર બહુ રૂદ્ધિ પામી, વરીયે શિવપદ કેવળ તા તજે. વિમલા૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org