________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૯. શ્રી સીદ્ધાચલજીનું સ્તવન સિદ્ધાચલ શુદ્ધ સુહાવે, અનંત અનંત કહાવે, ભેદ પંદરથી શિવ જાવે, ગુણ અગુરૂં લઘુ નિપજાવે રે, વિમલાચલ વેગે વધા, ગિરિરાજ તણું ગુણ ગાવે રે,
જે હવે શિવપુર જા રે, વિમલાચલ૦ ૧. છતારીએ અભિગ્રહ લીધે, દિન સાતમે ભજન કીધે, સુક રાજાએ રાજ્ય તે લીધું, શત્રુંજય નામ તે દીધું રે. વિ૦૨. દેવ દાનવ ઈણ ગિરિ આવે, જિનરાજની પુજા રચાવે, શત્રુંજયમાં નાચ નચાવે, ગ વાંછિત ફળ પાવે રે વિ. ૩ વિદ્યા ચરણ મુનિ વરીયા, મકટ ફળ જબ સંચરીયા, આકાશેવને સંચલીયા, દેખી હેમગિરિ હેઠા ઊતરિયારે. વિ. ૪ પ્રભુ દેખી આનંદ પાવે, જિન રાજને શિશ નમાવે, દેવ સાથે ભાવના ભાવે, પછી ઈચ્છિત સ્થાનકે જાવેરે વિ. ૫ જ્ઞાન દર્શન જેહથી લઈએ, શ્રાવકના ગુણ તે વહિએ, સંસારને તીરે રહીએ, જિનશાસન તીરથ કહીએ રે. વિ. ૬ સહુ તીરથને એ રાજા, સુરજકુડે જળ તાજા, નહાતા જન આણંદ સાજા, હુએ કુકડે તે ચંદરાજા રે. વિ. ૭ એ તીરથ ભટણ કાજે, ગુજરાતને સંઘ સમાજે, પંથે પંથે વિસામા છાજે, ગિરિ દેખી વધાવ્યો બાજે રે. વિ. ૮ અઢાર તિહત્તર વરસે, માગસર વદી તેરસ દિવસે, ભેટયા આદેશ્વર ઉલ્લાસે, જાણું ભવજળ પાર ઉતરશે રે. વિ. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org