________________
શ્રી શત્રુંજય સૌરભ તેમની દેશનામાં એ તીર્થનું માહાસ્ય સાંભળીને વ્યંતરેન્દ્રએ કરાવ્યો. - ૯ મે-શ્રી ચંદ્રપ્રભુના તીર્થમાં શ્રી ચંદ્રશેખર મુનિને ઉપદેશ સાંભળીને તે મુનિના પુત્ર ચંદ્રયશારાજાએ કર્યો.
૧૦ મો–શ્રી શાન્તિનાથજીના પુત્ર ચકાયુધ પિતાના પિતાની દેશના સાંભળી સંઘ કાઢીને ત્યાં આવ્યા અને ઇંદ્રના કહેવાથી જિન મંદિરાદિકની જીર્ણતા જાણીને તેણે ઉદ્ધાર કરાવ્યું.
૧૧ મો–શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીએ કરાવ્યું.
૧૨ મો–શ્રી નેમિનાથજીની પાસેથી આ તીર્થને મહિમા સાંભળી કૃષ્ણ સહિત પાંડે આ તીર્થ યાત્રા કરવા આવ્યા, તે પ્રસંગે તેની જીર્ણતા જોઈને તેમણે તેમના પિતા પાંડુરાજા જે દેવ થયેલા હતા, તેની સહાય વડે ઉદ્ધાર કરાવ્યું.
આ પ્રમાણેના મુખ્ય બાર ઉદ્ધાર ચેથા આરામાં થયા પછી પાંચમા આરામાં આજદિન સુધીમાં માત્ર ચાર મોટા ઉદ્ધાર થયા છે. તે નીચે પ્રમાણે
૧૩ મો ઉદ્ધાર–મહુઆ નિવાસી જાવડશા નામના શેઠે વજસ્વામીની સહાયથી વિક્રમ સંવત ૧૦૮ માં કરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org