________________
પ્રકરણ ૩ જું
૨૩
૧૪ મે ઉદ્ધાર–શ્રી કુમારપાળ રાજાના વખતમાં શ્રીમાળી જ્ઞાતિના બાહડ મંત્રીએ સં. ૧૨૧૩ માં કર્યો, હાલમાં જે જિનમંદિર વિદ્યમાન છે તે આ બાહડ મંત્રીનું કરાવેલ છે એમ કહેવાય છે
૧૫ મે ઉદ્ધાર–સમરાશા નામના ઓશવાળ જ્ઞાતિના ગૃહસ્થ સંવત ૧૩૭૧માં કર્યો. તેમનું દ્રવ્ય ન્યાય ઉપાર્જિત હેવાથી અને વિધિમાં વિશુદ્ધતા હોવાથી આ ઉદ્વાર પણ બહુ પ્રતાપી નીવડ્યો.
૧૬ મે ઉદ્ધાર–કરમાશા નામના પોરવાડ જ્ઞાતિના ગૃહસ્થ સં. ૧૫૮૭માં કર્યો છે એમના પધરાવેલા મૂળનાયકળના બિંબ અત્યારે વિદ્યમાન છે અને તેમને પ્રતાપ સર્વત્ર વિસ્તાર પામેલ છે.
૧૭ મે ઉદ્ધાર—પાંચમા આરાની ખાતે છેલ્લે ઉદ્ધાર કરનાર વિમલવાહન થશે, તે શ્રી દુપસહસૂરિ મહારાજના ઉપદેશથી વિમળવાહન રાજા કરાવશે પણ ત્યાર પછી બહુ થોડા વર્ષમાં જ પાંચમે આરો પૂરે થવાનો હોવાથી તે વધુ વખત રહી શકશે નહિ.
જગપ્રસિદ્ધ શ્રી શત્રુંજય તીર્થનાં મુખ્ય એક્વીશ નામ કયા કારણથી પડ્યાં તેની વિગત નીચે મુજબ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org