________________
શ્રી જિન તીર્થ દર્શન ]
૩૩
૨. શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન.
(અંતરથી અમને આજ-એ દેશી.) તેરણ આવી કંત. પાછા વળીયા રે, મુજ ફરકે દાહિણ અંગ, તિ અટકલીઆ રે. ૧. કુણ જોષી જયા જોષ, ચુગલ કુણ મીલીયા રે, કુણ અવગુણ દીડા આજ, જિણથી ટળીઆ રે. ૨. જાએ જાઓ સહિએરો દૂર, સ્થાને છેડે રે; પાતળીએ શ્યામળ વાન, વાલમ તેડે રે. ૩. યાદવ કુળ તિલક સમાન, એમ ન કીજે રે, એક હાસ્યને બીજી વાણી, કેમ ખમીજે રે. ૪. ઈહાં વાયે ઝાઝ સમીર, વીજળી ઝબકે રે, બપૈયે પિયુ પિકાર, હરડું ચમકે રે. ૫. ડર પાવે દાદુર સેર, નદીયે માતી રે, ધન ગરવ ઘોર, ફાટે છાતી સે. ૬. હરિ તાંશુક પહેર્યા ચીર, નવરસ રંગે રે; બાવલીયા નવસરે હાર, પ્રીતમ સંગે રે. ૭. મેં પૂર્વે કીધાં પાપ, તાપે દાધી રે; પડે આંસુ ધાર વિષાદ, વેલડી વાધી રે. ૮. મને ચડાવી મેરૂ શિષ, પાડી હેડી રે; કેમ સહેવાયે મહારાજ, વિરહ અંગીઠી રે. ૯. મુને પરણી પ્રાણ આધાર, સંયમ લેજે રેપતિવ્રતા છું સ્વામી, સાથે વહેજે રે. ૧૦. એમ આઠે ભવની પ્રીત, પીઉડા પળશે રે; મુજ મનના મારથ નાથ, પુરણ ફળશે રે. ૧૧. પછી ચાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે રંગીલી રાજુલા નાર, પ્રેમે લીધી રે. ૧૨. મિત્રાદિક ભાવના ચાર, ચેરી, બાંધી રે; દહી ધ્યાન નળ સળગાય, કર્મ ઉપાધિ રે. ૧૩. થયે રત્નત્રયી કંસાર, એકી ભાવે રે; આરોગે વર ને નાર, તીર્થ– ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org