________________
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
ચાર હજાર પગથીયાં ચડતાં વચ્ચે કાઉસ્સગ્ગીઆ તથા પ્રભુ પ્રતિમાજી આવે છે. વિસામાએ પાણીના ટાંકાં તથા ઈતર ધમી બાવાઓના મઠ આદિ આવે છે. એક જગ્યાએ જુના પગથીઆ સં. ૧૨૨૨ની સાલમાં કરાવ્યાનો ઉલ્લેખ છે. આગળ બીજા લેખમાં ૧૬૮૩ના કાર્તક વદ ૩ ને સોમવારના શ્રી ગિરનારની પાજને ઉદ્ધાર દીવના સંઘે કરાવ્યું હોય એ પણ ઉલ્લેખ છે.
શ્રી નેમિનાથ સ્વામીની મોટી ટુંક – શ્રી ગિરનારજીના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કોટ આવે છે. દરવાજામાં થઈને અંદર પેસતાં ડાબી બાજુએ યદુકુલ તિલક બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ સ્વામીની મેટી ટુંક આવે છે. દરવાજામાં પિસતાં ચેકીદારને રહેવાની જગ્યા છે. ડાબી બાજુએ ધર્મશાળા છે. ચોકી મૂક્યા પછી પુજારીઓની ઓરડીએને માટે ચોક આવે છે. અહિંથી મુળ નાયકજીના ચેકમાં જવાય છે. આ ચોક ૧૩૦+૧૯૦ ફુટ લાંબે પહાળે છે. આમાં મુખ્ય મંદિર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ સ્વામીનું છે. આ દહેરાસર ભવ્ય અને રમણિય છે. આ દહેરાસરને રંગમંડપ ૪૧ ફૂટ પહોળું અને ૪૪ ફૂટ લાંબે છે. ગભારામાં શ્રી નેમિનાથ સ્વામીની શ્યામ મનોહર ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. મુળ ગભારાની આસપાસ પ્રદક્ષિણા (ભમતી) છે. તેમાં નાની નાની દહેરીમાં તીર્થકર દેવેની પ્રતિમાજી, યક્ષ, યક્ષિણી તથા સમેતશિખર, નંદિશ્વર પિ આદિ મૂર્તિઓ તથા પટે છે. દહેરાસરની બહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org