________________
શ્રી જિન તીર્થ દર્શન ]
રંગ મંડપ પણ પહેળા અને લાંબો છે તેની બંને બાજુના ઓટલાઓ પર પગલાંઓ છે. આ દહેરાસર ખુબજ પ્રાચીન છે.
ઈતિહાસ –વિ. સં. દિલ્માં કાશ્મીર દેશના શ્રાવક રત્નાશાએ દેવ સાનિધ્યથી અહિંયાં પ્રતિમાજી લાવી, મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં સજજન મંત્રીએ પણ અહિં જિર્ણોદ્ધાર વિ. સં. ૧૧૮૫ લગભગમાં કરાવ્યું હતું. જેમાં સેરઠ દેશની ઉપજ ખર્ચા હતી. બાદ મહારાજા સિદ્ધરાજે એ ઉપજ પિતાના ભંડારમાંથી આપી નૂતન જિન મંદિર બંધાવી પુર્ણ લાભ મેળવ્યું હતું. મહારાજા કુમારપાળના રાજ્ય કાલમાં સજજન મંત્રીને બંધુ આગ્રંભદ્રે ગિરનાર ઉપર પગથીયાં બંધાવ્યાની હકીક્ત પણ ઇતિહાસમાંથી મળી આવે છે. મુળ નાયકજીની પ્રતિમાજીને એક ઇતિહાસ એવો છે કે, ગઈ વીશીના ત્રીજા તીર્થકર દેવ શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇંદ્ર આ પ્રતિમાજી ભરાવ્યાં હતાં. તે શ્રી નેમિનાથ સ્વામીના કાળ સુધી ત્યાં દેવલોકમાં રહ્યાં. બાદ શ્રીકૃષ્ણ વાસુદેવના ગૃહમંદિરમાં રહ્યાં, અને દ્વારિકાના દાહ વેળાએ અંબિકા દેવીને વિમાનમાં હતાં, બાદ રત્નાશા શ્રાવકની ભક્તિથી દેવીએ અહિં સ્થાપન કરેલાં છે. આજે આ પ્રતિમાજીને અસંખ્યાતા વર્ષો વીતી ગયા છે. મૂળનાયકના મંદિરની પાછળ જગમાલનું દહેરાસર છે. તેમાં શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાજી છે. આ ટુંકના સેંયરામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ સ્વામીની સુપ્રસન્ન તેજસ્વી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org