________________
શ્રી જિન તીર્થ દર્શન ]
રાજમહેલ જે હાલમાં મજીદ છે, વિગેરે ઐતિહાસિક અવશેષે ઘણા જોવાલાયક છે. શ્રી ગિરનારજીના દરવાજા બહાર અશક સંપ્રતિ રૂદ્રદામા, તથા ચંદ્રગુપ્તના શિલાલેખો આવેલા છે, અને ર૭૫ ફુટ ઉડે કુંડ પણ જોવા મળે છે. અહિંથી તલાટીની સીધી સડક છે.
તળાટીનાં દહેરાસરો તથા ધર્મશાળાઓ –શ્રી ગિરનારની તળાટીના રસ્તે જતાં માર્ગમાં ઠેર ઠેર હિન્દુ ધર્મશાળાઓ, મંદિરે, દામંદર કુંડ, મૃગી કુંડ, વિગેરે આવેલા છે. તળાટી પર સુરત નીવાસી શેઠ પ્રેમચંદ રાયચંદની જૈન ધર્મશાળા અને અંદર નાનું સુંદર જૈન દહેરાસર પણ છે. તેની નજીકમાં જૈન ધર્મશાળા છે, અહિં યાત્રાળુઓને ભાતું પણ અપાય છે. આ ધર્મશાળા તથા ભાતાની વ્યવસ્થા પેઢી તરફથી છે. ભેજનશાળને વહીવટ કમીટી હસ્તક છે. અહિં ચોમેર વિશાળ વનરાજી પથરાયેલી છે, જમીન લીલીછમ હરિયાળી છે. વાંસ તથા સાગનાં વૃક્ષે જોવા મળે છે. અહિં નજીકમાં સિદ્ધરાજ જયસિંહ બંધાવેલી એક ચડાની વાવ છે. પાસે જ શ્રી ગિરનારજી ઉપર જવાને દરવાજે આવે છે. દરવાજાની જમણી બાજુએ શ્રી નેમિનાથ સ્વામીનાં પગલાં છે. જુનાગઢના સુપ્રસિદ્ધ ધર્માત્મા ડેકટર ત્રિભુવનદાસના પરિશ્રમથી અહિં પગલાની દહેરી થઈ ગયેલ છે. ઉપર ચઢતાં વચ્ચે ગરમ પાણી તથા ઠંડા પાણીની પરબ આવે છે. રોમેર ઘીચ ઝાડી છે. આથી ચોમેર પક્ષીઓને મધુર કલરવ સંભળાય છે. આમ લગભગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org